ગરમી News

છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat Monsoon 2024: ગુજરાતના લોકોએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે તેવી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગરમી સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
May 21,2024, 15:07 PM IST
અંબાલાલની આગાહી; ગુજરાતમાં ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે
Rain Alert In Gujarat: રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. પરંતુ લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?
May 17,2024, 17:32 PM IST

Trending news