શંકરસિંહ વાઘેલા News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકારણીઓ તરફની વાટ પકડી હોય તેવું લાગી રહ્યું છે.
Jun 27,2020, 20:22 PM IST
શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે
જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
Mar 14,2020, 13:39 PM IST
રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) ને લઈ ભાજપની કવાયત તેજ થઈ છે. બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ વિચારણા કરી રહ્યું છે, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શંભુપ્રસાદ ટૂંડિયાને બીજેપી (BJP) રિપીટ નહિ કરે અને તેમના સ્થાને આત્મારામ પરમાર અને રમણલાલ વોરાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે, તો બીજા ઉમેદવાર તરીકે ભાજપ ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી શકે છે. હાલ ભાજપના રાજ્યસભામાં બે પાટીદાર, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસસી-એસટી નેતાઓનું સ્થાન છે. ભાજપના એક ક્ષત્રિય, એક એસસી-એસટી અને એક ઓબીસી નેતાની બેઠક ખાલી થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા એસસી-એસટી, ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે, અને જો ભાજપ ત્રણ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો 1 એસસી-એસટી (SC-ST), 1 ઓબીસી (OBC) અને 1 પાટીદાર નેતાને ટિકિટ આપી શકે છે.
Mar 9,2020, 19:02 PM IST

Trending news