ઈન્ટરનેટ યુઝ કરતી વખતે આ નાની નાની બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો જિંદગીભર પસ્તાવાનો વારો આવશે

Cyber Hacking: કોઈ પણ વેબસાઈટને ઓપન કરતી વખતે સાવધાની રાખો. ખાસ કરીને તેના યુઆરએલ પર ખાસ ધ્યાન આપો. જો યુઆરએલ httpsથી શરૂ નથી થતું તો સમજી જાવ કે, આ વેબસાઈટ સુરક્ષિત નથી. આ પ્રકારની વેબસાઈટ પર જવાથી આપની પર્સનલ જાણકારી ચોરાઈ જવાનો ખતરો રહે છે.

ઈન્ટરનેટ યુઝ કરતી વખતે આ નાની નાની બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો જિંદગીભર પસ્તાવાનો વારો આવશે

Cyber Crime: શું તમે ફેસબુક યુઝ કરો છો .તમે ઈન્સ્ટા યુઝ કરો છો કે પછી તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. હાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. આવા સમયે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. હૈકર્સની પાસે કેટલીય એવી ટ્રિક છે, જે આપની પર્સનલ વસ્તુઓ પર અટેક કરી શકે છે. એટલા માટે આપના ફોન અને લેપટોપ પરથી ઇન્ટરનેટ યુઝ કરતી વખતે અમુક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે અમુક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જે આપને ઓનલાઈન છેતરપિંડી અને હૈકર્સથી બચાવશે...

ફ્રી વાઈ-ફાઈના ઉપયોગથી બચવુ જોઈએ:
જો આપ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો ઓનલાઈન પેમેન્ટ અથવા ઓનલાઈન બેંકિંગના કામ કરશો નહીં....

URL પર ધ્યાન આપો:
કોઈ પણ વેબસાઈટને ઓપન કરતી વખતે સાવધાની રાખો. ખાસ કરીને તેના યુઆરએલ પર ખાસ ધ્યાન આપો. જો યુઆરએલ httpsથી શરૂ નથી થતું તો સમજી જાવ કે, આ વેબસાઈટ સુરક્ષિત નથી. આ પ્રકારની વેબસાઈટ પર જવાથી આપની પર્સનલ જાણકારી ચોરાઈ જવાનો ખતરો રહે છે.

દરેક અકાઉન્ટનો અલગ અલગ પાસવર્ડ:
મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર એક જેવા જ પાસવર્ડ રાખતા હોય છે. જેમ કે ફેસબુક, ઈંસ્ટાગ્રામ, ટ્વીટર પર એક જ પાસવર્ડ રાખતા હોય છે. આટલા બધા અકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ હોય છે, તેથી લોગિન કરવા માટે એક જ પાસવર્ડ રાખતા હોય છે. પણ આવું કરવું યોગ્ય નથી. જો હૈકર્સે કોઈ પણ રીતે આપનો પાસવર્ડ જાણી લીધો તો, એક સાથે આપને દરેક જગ્યાએ મુશ્કેલીઓ આવી શકે છે. તેથી અલગ અલગ અકાઉન્ટ્સના અલગ અલગ પાસવર્ડ રાખો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news