MG Comet: ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત અને ફીચર્ચ જાણી લેવા માટે ઉછળી પડશો

MG Comet Price in india: MG Motors એ આખરે ભારતમાં પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર MG Comet ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 7.98 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત સાથે હવે તે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર બની ગઈ છે. આ કાર બે વેરિએન્ટમાં આવશે.

MG Comet: ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત અને ફીચર્ચ જાણી લેવા માટે ઉછળી પડશો

MG Comet Price in india: MG Motors એ આખરે ભારતમાં પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર MG Comet ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 7.98 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત સાથે હવે તે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર બની ગઈ છે. આ કાર બે વેરિએન્ટમાં આવશે. બીજા વેરિએન્ટની કિંમત હજુ જણાવવામાં આવી નથી. કારનું  બુકિંગ 15મી મેથી શરૂ થશે. 

આ કાર બે દરવાજાવાળી અને 4 સીટર કાર છે. જે ખુબ કોમ્પેક્ટ સાઈઝમાં આવે છે. તેની લંબાઈ 3 મીટરથી પણ ઓછી છે. કંપની દાવો કરે છે કે તેની બેટરી ફૂલ ચાર્જ થઈને 230 KM ની રેન્જ ઓફર કરશે અને તેને એક મહિનો ચલાવવાનો ખર્ચ માત્ર 599 રૂપિયા છે. 

ડિઝાઈન અને ફીચર્સ
આ કાર પોતાની અનોખી અને કોમ્પેક્ટ ડિઝાઈનના કારણે ચર્ચામાં છે. તેમાં 2 દરવાજા સાથે સ્પિલ્ટ હેડલાઈટ્સ, ફૂલ એલઈડી લાઈટ્સ, સ્ટાઈલિશ વ્હીલ, એક લાંબો સી-પીલર અને ડ્યુઅલ ટોન પેન્ટ મળે છે. એમજી કોમેટ 2010 મિમી વ્હીલબેસ સાથે 2974 મિમી લાંબી, 1505 મિમી પહોળી અને 1631 મિમી ઊંચી છે. 

જુઓ Video

જો કે તેમાં અંદર તમને ઠીકઠાક સ્પેસ મળે છે. કારમાં 10.25 ઈંચની બે સ્ક્રીન અપાઈ છે.  તેમાં 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળે છે. જેના કંટ્રોલ બટન Apple iPod ની યાદ અપાવે છે. ફીચર્સ લિસ્ટમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે, કીલેસ એન્ટ્રી, પુશ બટન સ્ટાર્ટ, એક ડિજિટલ કી, પાવર વિન્ડો, એક ગ્રે ઈન્ટીરિયર થીમ અને લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ સામેલ છે. 

બેટર અને રેન્જ
એમજી કોમેટ ઈવીમાં 17.3 kWh નો બેટરી  પેક છે. તેને રેગ્યુલર હોમ સોકેટ દ્વારા 0-100% ચાર્જ થવામાં લગભગ 7 કલાક લાગે છે. MG કાર સાથે 3.3 kW નો ચાર્જર આપે છે. એમજી કોમેટ ઈવી સાથે કોઈ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ ઉપલબ્ધ નથી. અધિકૃત આંકડા મુજબ તેની રેન્જ 230 કિલોમીટર છે. ઈલેક્ટ્રિક મોટર વધુમાં વધુ 42 પીએસનો પાવર અને 110 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news