Instagram Earning : ઈંસ્ટાગ્રામ પર 1000થી વધુ ફોલોવર્સ છે ? તો રૂપિયા કમાવાની આ તક ન છોડવી, ફટાફટ કરો શરુઆત

Instagram Earning : કંપનીના જણાવ્યા અનુસાર એક યુઝરના 1000 કે તેનાથી વધુ ફોલોવર્સ છે તો તે આ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. યુઝર્સનો સ્કોર કેલ્ક્યુલેટ કરવા માટે કંપની તેની પોસ્ટની ફ્રિકવન્સી, તેની રીચ, તેની પોસ્ટ પર આવનાર રિએક્શન અને એંગેજમેન્ટ ચેક કરે છે. તેના આધારે કંપની સ્કોર આપે છે. 

Instagram Earning : ઈંસ્ટાગ્રામ પર 1000થી વધુ ફોલોવર્સ છે ? તો રૂપિયા કમાવાની આ તક ન છોડવી, ફટાફટ કરો શરુઆત

Instagram Earning : જો તમે ઈંસ્ટાગ્રામ યુઝ કરો છો અને તમારા 1000 થી વધુ ફોલોવર છે તો તમારો ટાઈમ ફક્ત રીલ્સ જોવામાં પસાર ન કરો. 1000 થી 1200 ફોલોવર્સ ધરાવતા લોકો જેની પોસ્ટ હજારો લોકો લાઈક કરતા હોય છે તેઓ ઈંસ્ટાગ્રામ પરથી કમાણી કરી શકે છે. એક હજારથી વધુ ફોલોવર ધરાવતા યુઝર્સને બ્રાન્ડ એડ મળે છે અને ઈંસ્ટાગ્રામ પણ બોનસ પ્લાન નો ફાયદો આપે છે. જો તમે આ અંગે જાણતા નથી તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે ઈંસ્ટાગ્રામ પરથી કમાણી કરી શકાય. 1000થી વધુ ફોલોવર્સ ધરાવતા લોકો સોશિયલ કરન્સી પેમેન્ટ કાર્ડ નો ફાયદો લઈ શકે છે. આ પેમેન્ટ કાર્ડ વિઝાથી પાવર્ડ છે અને તેનો ફાયદો લેવા માટે ઓછામાં ઓછા 1000 ફોલોવર્સ હોવા જરૂરી છે. હાલતી ઇન્વાઇટ બેઝીસ પર અને ટેસ્ટિંગ ફેસમાં છે. તેનું ઇન્વાઇટ 5000 યુઝર્સને મોકલવામાં આવ્યું હતું અને હવે બીટાફેઝમાં 10,000 યુઝરને મોકલવામાં આવશે. જો તમારી પાસે પણ આવું ઇનવાઇટ આવે છે તો પૈસા કમાવવાની તક છોડવી નહીં. 

આ પણ વાંચો:

WYLD એક ફિનટેક અને માર્કેટિંગ કંપની છે. એટલે કે આ કંપની ટેકનોલોજી ની મદદથી ફાઈનાન્સ અને માર્કેટિંગ સોલ્યુશન આપે છે. વર્ષ 2021 માં તેની શરૂઆત થઈ હતી. કંપનીનું માનવું છે કે સોશિયલ મીડિયાના યુઝર્સ માર્કેટ ના મોટા પ્લેયર્સ છે. કંપની આ યુઝર્સની મદદથી માર્કેટિંગ કરે છે જેનો ફાયદો યુઝર્સને પણ થાય છે. 

કંપનીના જણાવ્યા અનુસાર એક યુઝરના 1000 કે તેનાથી વધુ ફોલોવર્સ છે તો તે આ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. યુઝર્સનો સ્કોર કેલ્ક્યુલેટ કરવા માટે કંપની તેની પોસ્ટની ફ્રિકવન્સી, તેની રીચ, તેની પોસ્ટ પર આવનાર રિએક્શન અને એંગેજમેન્ટ ચેક કરે છે. તેના આધારે કંપની સ્કોર આપે છે. 

તેના આધારે વ્યક્તિને કેશબેક મળે છે. જ્યારે વ્યક્તિ ખરીદી કરે છે તો તેણે પોતાના કાર્ડથી પેમેન્ટ કરવાનું રહે છે તેના માટે instagram પર પોસ્ટ મૂકવી પડે છે. પોસ્ટ પર છે એન્ગેજમેન્ટ થાય છે તેના આધારે યુઝરને 10 થી 100 ટકા સુધીનું કેશબેક આપવામાં આવે છે. કંપનીએ 200 થી વધુ બ્રાન્ડ સાથે પાર્ટનરશીપ કરી છે. આ પ્રોગ્રામ સોશિયલ મીડિયા માર્કેટિંગ જેવો જ પ્રોગ્રામ છે પરંતુ યુઝરને ફાયદો એ થાય છે કે તે કોઈ એક બ્રાન્ડ સાથે જોડાયેલા રહેતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news