ધૂમ વેચાઈ રહી છે Tataની આ Electric Car, ફુલ ચાર્જમાં આપશે 315 KMની રેન્જ

Tata Tiago EV: ટાટા મોટર્સે સપ્ટેમ્બર 2022માં ઓલ ન્યુ ટિયાગો ઇવી (Tiago EV) લોન્ચ કરી હતી પરંતુ તેની ડિલિવરી આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. હવે કંપનીએ માહિતી આપી છે કે તેણે ચાર મહિનામાં Tiago EVના 10,000 યુનિટ્સ ડિલિવર કર્યા છે.

ધૂમ વેચાઈ રહી છે Tataની આ Electric Car, ફુલ ચાર્જમાં આપશે 315 KMની રેન્જ

Tata Tiago EV Sales: ટાટા મોટર્સે સપ્ટેમ્બર 2022માં ઓલ ન્યુ Tiago EV રજૂ કરી હતી પરંતુ તેની ડિલિવરી આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. હવે કંપનીએ માહિતી આપી છે કે તેણે ચાર મહિનામાં Tiago EVના 10,000 યુનિટ ડિલિવરી કર્યા છે, જે તેની સફળતા દર્શાવે છે. Tiago EV માટે પ્રી-બુકિંગ સપ્ટેમ્બર 2022 માં શરૂ થયું હતું, તેને 24 કલાકની અંદર 10,000 બુકિંગ મળ્યા હતા. Tata Motors ને ડિસેમ્બર 2022 સુધી Tiago EV માટે 20,000 ઓર્ડર મળ્યા છે. જો કે, હવે કંપની પાસે તેની કેટલી બુકિંગ છે તેની માહિતી નથી.

Tata Tiago EV એ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે અને તે બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જે 19.2 kWh અને 24 kWh છે. બંને બેટરી સાથે કારમાં મળેલી ઇલેક્ટ્રિક મોટર અનુક્રમે 60bhp અને 74bhp જનરેટ કરે છે. 19.2 kWh બેટરી પેક સિંગલ ફુલ ચાર્જ પર 250KM ઓફર કરે છે જ્યારે 24 kWh બેટરી પેક સિંગલ ફુલ ચાર્જ પર 315 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે. આ EVને DC ફાસ્ટ ચાર્જર વડે એક કલાકમાં ચાર્જ કરી શકાય છે જ્યારે સામાન્ય ચાર્જિંગમાં તેને 8.7 કલાક જેટલો સમય લાગી શકે છે.

Tata Tiago EV ની કિંમત રૂ. 8.69 લાખથી રૂ. 11.99 લાખ, એક્સ-શોરૂમ સુધીની છે. તે MG કોમેટ EV, Citroen eC3 અને Tata Tigor EV ને સીધી ટક્કર આપે છે. MG Comet EV તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે અને હવે તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે.

આ પણ વાંચો:
અજબ પ્રેમ કી ગજબ કહાની! યુવકને યુવતી સાથે ભાગવું ભારે પડ્યું! આખી જિંદગી યાદ રહેશે
રાશિફળ 08 મે: આ જાતકો પર રહેશે ભોલેનાથની અપાર કૃપા, અટકેલા કામ પાર પડશે

ખળભળાટ! ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલાઓ ગુમ,NCRBના આંકડામાં મોટો ખુલાસો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news