King Charles Coronation Concertમા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, સ્ટાઈલિશ લુક પર ફિદા થયા ફેન્સ

Sonam Kapoor Ahuja Photos: છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ સમાચાર સાચા છે અને થોડા સમય પહેલા એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના લુકના ફોટા શેર કર્યા છે અને લોકો તેની સુંદરતાના દિવાના બની ગયા છે. આ ખાસ ઇવેન્ટ પર સોનમ કપૂરે શું પહેર્યું હતું, તેની ડિઝાઇનર કોણ હતી અને તેનો લુક કેવો હતો, ચાલો જાણીએ...

સોનમ કપૂર

1/5
image

મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક્ટ્રેસ સોનમ કપૂરને કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં આમંત્રિત કરવામાં આવી હતી, જેના માટે તેણે ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ ડ્રેસ પસંદ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

કિંગ ચાર્લ્સ કોરોનેશન કોન્સર્ટમાં સોનમ કપૂર

2/5
image

આ ફોટોમાં સોનમનો ફૂલ લૂક તો દેખાતો નથી પરંતુ અહીં તમે તેના આઉટફિટની એક ઝલક જોઈ શકો છો. સોનમનો લાઇટ નેચરલ મેકઅપ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

ડિઝાઇનર ડ્રેસ

3/5
image

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને સોનમ કપૂરે લખ્યું છે કે આ ખાસ અવસર પર તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે બે દેશોના ડિઝાઈનરો દ્વારા બનાવવામાં આવ્યો છે. સોનમનો આ ફ્લોરલ આઉટફિટ અનામિકા ખન્ના અને એમિલિયા વિકસ્ટેડે ડિઝાઇન કર્યો છે.

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી

4/5
image

અહીં તસવીરમાં તમે સોનમનો ફૂલ લુક જોઈ શકો છો. એક્ટ્રેસ સિમ્પલ ઓફ-શોલ્ડર ફ્લોરલ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે. સોનમે પોતે આ તસવીરો થોડા કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સોનમ કપૂરની સુંદર તસવીરો

5/5
image

ફેન્સને પણ આ ફોટોઝ ખુબ પસંદ આવી રહ્યા છે જેમાં અભિનેત્રીએ ફોટોશૂટની એક ઝલક દેખાડી છે.