Twitter ની મોટી કાર્યવાહી, સાઉદી 'સરકાર-સમર્થિત' 6 હજાર એકાઉન્ટ બંધ કર્યાં

ટ્વીટરે સાઉદી અરબ સરકાર સમર્થિત છ હજાર જેટલા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. પ્લેટફોર્મના માધ્યમથી આ એકાઉન્ટનો ઉપયોગ સાઉદી અરબ સરકાર સમર્થિત સૂચના સંચાલન માટે થતો હતો. બંધ કરાયેલા તમામ એકાઉન્ટ તે 88 હજાર એકાઉન્ટના મૂળમાં હતાં જેમણે વાઈડ રેન્જ ઓફ ટોપિક્સમાં સ્પમી હરકતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

Twitter ની મોટી કાર્યવાહી, સાઉદી 'સરકાર-સમર્થિત' 6 હજાર એકાઉન્ટ બંધ કર્યાં

સાન ફ્રાન્સિસકો: ટ્વીટરે સાઉદી અરબ સરકાર સમર્થિત છ હજાર (5929) જેટલા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. પ્લેટફોર્મના માધ્યમથી આ એકાઉન્ટનો ઉપયોગ સાઉદી અરબ સરકાર સમર્થિત સૂચના સંચાલન માટે થતો હતો. બંધ કરાયેલા તમામ એકાઉન્ટ તે 88 હજાર એકાઉન્ટના મૂળમાં હતાં જેમણે વાઈડ રેન્જ ઓફ ટોપિક્સમાં સ્પમી હરકતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

ટ્વીટરે શુક્રવારે કહ્યું કે તેણે હંમેશા માટે આ એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મથી સસ્પેન્ડ કરી દીધા છે. ટ્વીટરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સંભવિત રીતે કરાર કરાયેલા એકાઉન્ટ્સની ગોપનીયતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમે આ 88 હજાર એકાઉન્ટ્સના ડેટાનો ખુલાસો કર્યો નથી. 

જુઓ LIVE TV

સાઉદી અરબની સરકારે હજુ સુધી ટ્વીટર તરફથી લેવાયેલા આ પગલાં પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news