ક્રિસમસના અવસર પર WhatsApp એ આપી ભેટ, તમારી સેલ્ફીને આપો આવો અંદાજ

સોશિયલ મીડિયા એપ વોટ્સઅપ આપણી જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોટાભાગનો સમય આપણે સોશિયલ મીડિયા પર પસાર કરીએ છીએ. જો થોડીવાર માટે સ્માર્ટફોનથી તમે દૂર થઇ જાવ છો, અથવા ઇન્ટરનેટ પેક સમાપ્ત થઇ જાય છે તો ખાલીપા જેવું મહેસૂસ થવા લાગે છે. કદાચ એટલા માટે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ સતત પોતાને અપડેટ કરે છે. યૂજર્સ માટે કંઇક ને કંઇક નવા ફિચર લાવવામાં આવે છે જેથી તેમનો ઇંટરેસ્ટ જળવાઇ રહે.

ક્રિસમસના અવસર પર WhatsApp એ આપી ભેટ, તમારી સેલ્ફીને આપો આવો અંદાજ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એપ વોટ્સઅપ આપણી જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોટાભાગનો સમય આપણે સોશિયલ મીડિયા પર પસાર કરીએ છીએ. જો થોડીવાર માટે સ્માર્ટફોનથી તમે દૂર થઇ જાવ છો, અથવા ઇન્ટરનેટ પેક સમાપ્ત થઇ જાય છે તો ખાલીપા જેવું મહેસૂસ થવા લાગે છે. કદાચ એટલા માટે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ સતત પોતાને અપડેટ કરે છે. યૂજર્સ માટે કંઇક ને કંઇક નવા ફિચર લાવવામાં આવે છે જેથી તેમનો ઇંટરેસ્ટ જળવાઇ રહે.

થોડા દિવસો પહેલાં WhatsApp એ WhatsApp Stickers ફીચરને અપડેટ કર્યું હતું. યૂજર્સે આ ફીચર્સને ખૂબ પસંદ કર્યું. એક રિપોર્ટ અનુસાર 2018 માં ‘how to’ સર્ચના મામલે "how to send stickers on WhatsApp." સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. દિવાળીના અવસર પર દિવાળી સ્ટીકર અપડેટ કર્યા બાદ યૂજર્સ વચ્ચે તેનો ક્રેઝ ખૂબ વધી ગયો હતો. 

યૂજર્સની પસંદને ધ્યાનમાં રાખતાં ક્રિસમસના અવસર પર WhatsApp એ વધુ એક ફીચર અપડેટ કર્યું છે. તેના હેઠળ યૂજર્સ કોઇપણ ઇમેજને સ્ટીકરના રૂપમાં આપી શકે છે. તમે પોતાના ફોટાનું પણ સ્ટીકર બનાવી શકો છો.  

સેલ્ફીને આ રીતે બનાવો સ્ટીકર
ગૂગલ પ્લે સ્ટોર પર જઇને પહેલાં ''સ્ટીકર મેકર ફોર વોટ્સઅપ' ડાઉનલોડ કરો. એપ ખોલ્યા બાદ ક્રિએટ ન્યૂ સ્ટીકર ઓપ્શનને પસંદ કરો. આ સ્ટીકર એપને કોઇ નામ આપી દો. તેને સિલેક્ટ કર્યા બાદ ક્સ્ટમાઇઝ્ડ વોટ્સઅપ સ્ટીકરમાં કંવર્ટ કરો. અહીં તમારી ગેલેરીમાંથી ઇમેજ સિલેક્ટ કરો અથવા પછી સેલ્ફી ઇમેજ લો. ઇમેજને પસંદગી મુજબ ક્રોપ કર્યા બાદ તેને સેવ કરો. સેવ કર્યા બાદ તેને સ્ટિકરને પબ્લિશ કરો. પબ્લિશ કર્યા બાદ તેને પોતાના વોટ્સઅપ એકાઉંટ વડે એડ કરો અને ચેટમાં સામેલ કરો. ચેટમાં સામેલ થયા બાદ તેને પોતાના કોન્ટેક્ટમાં કોઇને પણ સેંડ કરી શકો છો. 

વોટ્સઅપ સ્ટીકર એટલા માટે ખૂબ વધુ પોપ્યુલર છે કારણ કે યૂજર્સ પોતાની ફિલિંગને સરળતાથી શેર કરી શકે છે. જે ફિલિંગને તમે ટાઇપ કરવા માંગતા નથી અથવા ટાઇપ કરી શકતા નથી, તેને પોતાના ફોટા દ્વારા સ્ટીકરના રૂપમાં કંવર્ટ કરી મિત્રોને મોકલી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news