ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત રદ્દ, હજુ રહેશે જેલમાં


આ પહેલાની સુનાવણીમાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના વકીલોએ કોર્ટને કહ્યું હતુ કે મોદીની માનસિક સ્થિતિ સારી નથી. તે હતાશામા છે. ભારતમાં મોકલવા પર તે આત્મહત્યા કરી શકે છે.
 

ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત રદ્દ, હજુ રહેશે જેલમાં

લંડનઃ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાંથી રાહત મળી નથી. તે હજુ જેલમાં રહેશે. બ્રિટનની કોર્ટે નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત નકારી દીધી છે. નીરવ મોદી  પંજાબ નેશનલ બેન્કના કેસ 14 હજાર કરોડ રૂપિયાથી વધુની લોનની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલાનો આરોપી છે અને તેને ભારતમાંથી ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે આ પહેલાની સુનાવણીમાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના વકીલોએ કોર્ટને કહ્યું હતુ કે મોદીની માનસિક સ્થિતિ સારી નથી. તે હતાશામા છે. ભારતમાં મોકલવા પર તે આત્મહત્યા કરી શકે છે. નીરવ મોદીના વકીલોની આ દલીલ પર બ્રિટિશ કોર્ટે નીરવ મોદીના પારિવારિક ઈતિગાસની જાણકારી માગી હતી. કોર્ટે પૂછ્યુ કે નીરવના કેટલા પરિવારજનોએ આત્મહત્યા કરી છે. 

તો નીરવ મોદીના વકીલોનું કહેવુ છે કે મુંબઈની આર્થર રોડ જેલમાં બચાવની પૂરતી સુવિધા નથી. હાલમાં સીબીઆઈએ નીરવ મોદી કેસમાં પંજાબ નેશનલ બેન્કના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલ નાથ શેટ્ટી અને તેમના પત્ની વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે. શેટ્ટી પર 13000 કરોડ રૂપિયાથી વધુના પીએનબી કૌભાંડમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની મદદ કરવાનો આરોપ છે. 

બ્રિટનમાં નવેમ્બરથી કોરોના વાયરસ રસી લગાવવાની તૈયારી કરી રહી છે હોસ્પિટલ, જાણો સંપૂર્ણ પ્લાન

કાટડૂએ કહ્યુ હતુ કે નીરવ મોદીને ભારતમાં નહીં મળે ન્યાય
થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મોર્કંડેય કાટતૂએ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારત સરકાર તરફતી ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યર્પણ મામલામાં સાક્ષ્ય દેવા માટે આત્મ પ્રચારક  કહેવાને પડકાર આપ્યો હતો. પાંચ દિવસીય સુનાવણીના અંતિમ દિવસે ન્યાયમૂર્તિ સૈમુઅલ ગૂઝીએ કાટજૂના વિસ્તૃત પૂરાવાને સાંભળ્યા હતા. ભારત સરકાર તરફથી ચર્ચા કરવા યૂકેના ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે કાટજૂને લેખિત અને મૌખિક દાવાનો વિરોધ કર્યો કે નીરવ મોદીની ભારતમાં નિષ્પક્ષ સુનાવણી થશે નહીં, કારણ કે ન્યાયપાલિકામાં મોટાભાગના ભ્રષ્ટ લોકો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news