Torrent Pharma: મેક્સિકોમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે લૂંટમાં અમદાવાદના કેતન શાહનું મોત, પિતા પણ ઈજાગ્રસ્ત થયા

 Torrent Pharma Executive Ketan Shah Killed in Mexico: અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેટાકંપની Laboratorios Torrent SA de CVના ફાઇનાન્સ ડિરેક્ટર 38 વર્ષીય કેતન શાહ પર સશસ્ત્ર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.  ધાણીફૂટ ગોળીબાર કરતા પહેલાં $10,000 (અંદાજે રૂ. 8.3 લાખ) લૂંટી લીધા હતા.

Torrent Pharma: મેક્સિકોમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે લૂંટમાં અમદાવાદના કેતન શાહનું મોત, પિતા પણ ઈજાગ્રસ્ત થયા

એક મોટી ઘટના બહાર આવી છે. એક દુ:ખદ ઘટનામાં, અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેટાકંપની Laboratorios Torrent SA de CVના ફાઇનાન્સ ડિરેક્ટર 38 વર્ષીય કેતન શાહનું મેક્સિકો સિટીમાં મોત થયું છે. TOI ના અહેવાલ મુજબ, સશસ્ત્ર હુમલાખોરોએ  કેતન શાહને  ટાર્ગેટ કર્યા હતા. ગયા અઠવાડિયે મેક્સિકો શહેરની સિમોન બોલિવર સ્ટ્રીટ પર તેમની પર ધાણીફૂટ ગોળીબાર કરતા પહેલાં $10,000 (અંદાજે રૂ. 8.3 લાખ) લૂંટી લીધા હતા.

કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મામાં કામ કરતા હતા. તેઓ મે 2019 થી મેક્સિકો સિટીમાં કામ કરતા હતા. તેમણે પરિવારમાં  પત્ની અને બે બાળકો છે.

આ ઘટના ત્યારે બની જ્યારે કેતન શાહ એરપોર્ટ ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓએ ઘટનાસ્થળેથી એમને તાત્કાલિક સારવાર માટે ખસેડયા હતા પણ તેમનું મોત થયું હતું. ઘટના સમયે કેતન શાહના પિતા પણ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, તેમની હાલત હાલમાં સ્થિર છે. એક પિતાએ પોતાની સામે જ દીકરા પર થતો ધાણીફૂટ ગોળીબાર જોયો હતો. હુમલાખોરો ગોળીબાર કરી 10 હજાર ડોલર લૂંટીને ભાગી છૂટ્યા હતા. આ ઘટના ગત સપ્તાહે બની હતી.

મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટના સૂત્રો જણાવી રહ્યાં છે કે, તેઓ કેતન શાહના પરિવારને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે. 

— India in México (@IndEmbMexico) August 21, 2023

મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે "મેક્સિકો સિટીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારવામાં આવેલા ભારતીય નાગરિકનું અત્યંત ખેદજનક અને દુઃખદ મૃત્યું, દૂતાવાસ  ગુનેગારોને પકડવા માટે એજન્સીઓના સતત સંપર્કમાં છે. જલ્દીથી જલ્દી દોષિતોને પકડો અને પીડિતના પરિવારને ન્યાય આપો."

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news