જિનપિંગના ભારત પ્રવાસ પહેલા જ ચીની મીડિયાએ કહ્યું- ભારત વગર 21મી સદી એશિયાની ન હોઈ શકે

ચીની (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસ પહેલા ચીની મીડિયાએ ભારતના ખોબલે ખોબલે વખાણ કર્યા છે.

જિનપિંગના ભારત પ્રવાસ પહેલા જ ચીની મીડિયાએ કહ્યું- ભારત વગર 21મી સદી એશિયાની ન હોઈ શકે

નવી દિલ્હી: ચીની (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસ પહેલા ચીની મીડિયાએ ભારતના ખોબલે ખોબલે વખાણ કર્યા છે. ચીની મીડિયાએ કહ્યું છે કે ભારત અને ચીનના સહયોગ વગર 21મી સદી એશિયાની બની શકશે નહીં. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી એશિયાની સદીની વાત ઘણી થાય છે. એશિયાના અનેક નેતાઓ અને રણનીતિકાર કહે છે કે 19મી સદી યુરોપની હતી, 20મી સદી અમેરિકાની હતી અને હવે 21મી સદી એશિયાની હશે. અખબારે ભારતીય થિંક ટેંક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ચીન અને ભારતની આર્થિક પ્રગતિથી જ શક્ય બનશે. 

શી જિનપિંગની પીએમ નરેન્દ્ર મોદી સાથેની  બીજી અનૌપચારિક સમિટને મહત્વપૂર્ણ ગણાવતા ચીની મીડિયાએ કહ્યું કે તેનાથી સંબંધો નવા સ્તરે પહોંચશે. ભારત સાથેના આર્થિક સહયોગનો ઉલ્લેખ કરતા અખબારે કહ્યું કે ચીની કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોમાં ભાગ લેતા રોકાણમાં વધારો કર્યો છે. આ સાથે જ ભારતીય કંપનીઓનું પણ ચીનમાં રોકાણ વધ્યું છે. ચીની મીડિયાએ  કહ્યું કે ભારત જો ભારત ચીન એકસાથે બોલશે તો દુનિયા સાંભળશે. ચીની મીડિયાનું કહેવું છે કે ભારત અને ચીન દુનિયામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. 

જુઓ LIVE TV

મહાબલીપુરમમાં મળશે મોદી અને જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ બે દિવસના પ્રવાસે આજે ભારત આવવાના છે. તેઓ બપોરે 2.10 વાગે ચેન્નાઈ એરપોર્ટ પહોંચશે. તે પહેલા પીએમ મોદી આજે સવારે 11.15 વાગે ચેન્નાઈ પહોંચશે. પીએમ મોદી સાથે તેમની મુલાકાત સાંજે 5 વાગે મહાબલીપુરમમાં થવાની છે. ત્યારબાદ બંને નેતાઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. સમુદ્ર  કિનારે વસેલા આ પ્રાચીન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. 

છેલ્લી વાર પીએમ મોદી અને શી જિનપિંગ 2018માં 27 અને 28 એપ્રિલના રોજ ચીનના વુહાન શહેરમાં મળ્યા હતાં. આ મુલાકાતે 2017માં ડોકલામને લઈને ઉભી થયેલી અડચણોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ હવે બેઠક થઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news