શી જિનપિંગ આજે મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પાકિસ્તાનના શ્વાસ થશે અધ્ધર

ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આજે પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત ચેન્નાઈ પહોંચશે.

શી જિનપિંગ આજે મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પાકિસ્તાનના શ્વાસ થશે અધ્ધર

નવી દિલ્હી: ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આજે પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત ચેન્નાઈ પહોંચશે. જિનપિંગ બપોરે ચેન્નાઈ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી (Narendra Modi) સાથે તેમની મુલાકાત સાંજે પાંચ વાગે મહાબલીપુરમ (Mahabalipuram)માં થશે. સમુદ્ર કિનારે વસેલા આ પ્રાચીન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે અસહજ સ્થિતિ પેદા થઈ ગઈ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન  ખાને બુધવારે બેઈજિંગમાં જિનપિંગની સાથે વાતચીતમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. 

જુઓ LIVE TV

શી જિનપિંગના પ્રવાસ અગાઉ ચીની રાજદૂત સુન વીદોંગે કહ્યું છે કે શુક્રવારથી શરૂ થઈ રહેલી આ બે દિવસની અનૌપચારિક શિખર વાર્તાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિકાસની દિશા પર દિશાનિર્દેશક સિદ્ધાંત સહિત નવી સામાન્ય સમજૂતિઓ ઉભરી શકે છે. આ અગાઉ વર્ષ 2018માં 27 અને 28 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વુહાનમાં મળ્યાં હતાં. આ મુલાકાતાે વર્ષ 2017માં ડોકલામને લઈને ઊભા થયેલા કેટલીક અડચણોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આ આગામી બેઠક થવા જઈ રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news