Earthquake In China: ચીનમાં વિનાશકારી ભૂકંપે મચાવ્યો કોહરામ, અત્યાર સુધીમાં 111 લોકોના મોત

ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના જણાવ્યાં મુજબ સોમવારે રાતે 23:59 વાગે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો.

Earthquake In China: ચીનમાં વિનાશકારી ભૂકંપે મચાવ્યો કોહરામ, અત્યાર સુધીમાં 111 લોકોના મોત

ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના જણાવ્યાં મુજબ સોમવારે રાતે 23:59 વાગે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો. તે પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. 

ગાંસુના સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક ઈમારતો તૂટી પડી. ચીનના સરકારી રિપોર્ટ મુજબ ગાંસુ અને કિંધઈ પ્રાંતોમાં 6.2 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 111 લોકો માર્યા ગયા છે. 230થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

— ANI (@ANI) December 19, 2023

મળતી માહિતી મુજબ ભૂકંપથી સૌથી વધુ નુકસાન કાઉન્ટી, ડિયાઓઝી અને કિંધઈ પ્રાંતમાં થયું છે. ત્યાં અનેક ઈમારતો પડવાથી લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમને કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ લાગી છે. મૃતકો અને ઘાયલોનો આંકડો વધી શકે છે. 

સીઈએનસીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરના ઊંડાણે 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ દેશાંતરમાં નોંધાયુ છે. ઈમરજન્સીસેવાઓ લોકોની મદદમાં લાગી છે અને રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. વધુ ઊંચાઈ પર હોવાના કારણે અહીં ખુબ ઠંડી પડી રહી છે જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યાઓ આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news