Viral Video: લગ્નમાં પહોંચ્યો Ex boyfriend, દુલ્હને ગળે લગાવી લીધો

આ વીડિયો જોઈ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યાં કેટલાક લોકોએ લગ્નના દિવસે એક્સને ગળે લગાવવા પર દુલ્હનને ટીકા કરી તો કેટલાકે વરરાજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 
 

Viral Video: લગ્નમાં પહોંચ્યો Ex boyfriend, દુલ્હને ગળે લગાવી લીધો

ઈન્ડોનેશિયાઃ શું થાય તો તમારા લગ્નમાં તમારો જૂનો પ્રેમી પહોંચી જાય. તમે તેની હાજરીથી ખુશ થશો કે ડરી જશો? જો તમે વિચારી રહ્યાં છો કે મુશ્કેલી થાય તો તમે ખોટુ વિચારી રહ્યાં છે. કારણ કે હાલમાં ઈન્ડોનેશિયાની એક દુલ્હને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેનો એક્સ બોયફ્રેન્ડ (Ex boyfriend) લગ્ન માટે શુભેચ્છા આપતો જોવા મલી રહ્યો છે. સામાન્ય રીતે શુભેચ્છા આપવી ખોટી નથી. પરંતુ પબ્લિક તે વાંતથી ચોંકી ગઈ કે દુલ્હને પોતાના પતિને પૂછ્યુ કે શું તે પોતાના એક્સને માત્ર એકવાર ગળે મળી શકે છે. 

શું છે ઘટના
હકીકતમાં લગ્નમાં દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ પહોંચ્યો હતો. જ્યારે તે દુલ્હનને શુભેચ્છા આપવા પહોંચ્યો તો તેણે હેન્ડશેક માટે હાથ આગળ કર્યો. તેવામાં દુલ્હને પતિની મંજૂરી માંગી કે શું તે પોતાના એક્સને ગળે લગાવી શકે છે? ત્યારબાદ પતિએ હા પાડી અને પછી પોતાના જૂના પ્રેમીને ગળે મળી. પછી તે વ્યક્તિએ દુલ્હનના પતિ સાથે હાથ મિલાવ્યો અને ગળે લગાવ્યો. હવે આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારણ કે સામાન્ય રીતે ભાવી પતિ-પત્ની જૂના પ્રેમ સંબંધને છુપાવતા જોવા મળતા હોય છે. 

જુઓ આ વીડિયો

આ વીડિયો જોઈ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યાં કેટલાક લોકોએ લગ્નના દિવસે એક્સને ગળે લગાવવા પર દુલ્હનને ટીકા કરી તો કેટલાકે વરરાજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. એક વ્યક્તિએ લખ્યું- તમારા પતિ ખરેખર હકદાર છે. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું- તે ઓછામાં ઓછી મંજૂરી તો માંગી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news