માતાએ 2 સગા પુત્રોને કોર્ટમાં ખેંચ્યા : કેસ જીતતાંની સાથે જ ઘરમાંથી કાઢી મૂક્યા, એવી કંટાળી

ઇટાલીમાં 75 વર્ષની એક માતાએ તેના પુત્રોને 'લોહી ચૂસનાર પરજીવી' કહ્યા છે અને તેમને કોર્ટમાં ખેંચ્યા હતા. કોર્ટે પણ મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આવી સ્થિતિમાં મહિલાએ તેના બંને પુત્રોને ઘરમાંથી કાઢી મુક્યા છે.

માતાએ 2 સગા પુત્રોને કોર્ટમાં ખેંચ્યા : કેસ જીતતાંની સાથે જ ઘરમાંથી કાઢી મૂક્યા, એવી કંટાળી

કહેવાય છે કે બાળકો વૃદ્ધાવસ્થાનો સહારો છે. જ્યારે માતા-પિતા વૃદ્ધ થાય છે અને તેઓ જાતે કોઈ કામ કરી શકતા નથી, ત્યારે બાળકો તેમને મદદ કરે છે અને તેમની સેવા કરે છે. તમે શ્રવણ કુમારની કહાણી તો જાણતા જ હશો, જેમણે પોતાના અંધ માતા-પિતાની એટલી નિષ્ઠાથી સેવા કરી કે આજે પણ લોકો તેમને યાદ કરે છે. જોકે, આ કળિયુગમાં પણ શ્રવણ કુમાર જેવા કેટલાય પુત્રો છે જેઓ રાત-દિવસ પોતાના માતા-પિતાની સેવા કરતા હોય છે, પરંતુ કેટલાક એવા પણ છે જે માતા-પિતાને દુઃખ પહોંચાડે છે. આવો જ એક કિસ્સો ઈટાલીમાં પણ જોવા મળ્યો છે, જેણે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે.

જોકે, એક માતાએ તેમના બે પુત્રોને ઘરની બહાર ફેંકી દીધા કારણ કે તે તેમના અને તેમની પ્રવૃત્તિઓથી કંટાળી ગઈ હતી. મહિલાની ઉંમર 75 વર્ષની છે, જ્યારે તેમના બે પુત્રોની ઉંમર અનુક્રમે 40 વર્ષ અને 42 વર્ષ છે. આ મહિલા ઈટાલીના પાવિયા શહેરની રહેવાસી છે. CNNના અહેવાલ મુજબ, મહિલા તેના બંને પુત્રોથી કંટાળીને તેમને કોર્ટમાં ખેંચી ગઈ અને તેમને 'લોહી ચૂસનાર પરજીવી' પણ કહ્યા.

પુત્રોએ ઘરનો ખર્ચ ચૂકવવાની ના પાડી
મામલો એવો છે કે મહિલાએ તેના બે પુત્રોને ઘર ખર્ચમાં મદદ કરવા કહ્યું હતું, પરંતુ બંનેએ તેની વાતને અવગણી હતી. માતાને મદદ કરવા કોઈ તૈયાર નહોતું. આવી સ્થિતિમાં, મહિલાએ તેમને ઘર છોડીને બીજે ક્યાંક તેમની જગ્યા શોધવાનું કહ્યું, પરંતુ તેમ છતાં બંને ઘરે જ રહ્યા, તેઓ જવા માટે તૈયાર ન હતા. મહિલાએ જણાવ્યું કે આ અંગે ઘરમાં ઘણીવાર હંગામો થતો હતો.

કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
આ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાં મહિલાએ તેનો સંપૂર્ણ પક્ષ મૂક્યો હતો ત્યારબાદ કોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે તેના બંને પુત્રોએ ઘર છોડવું પડશે. કોર્ટે તેને આ માટે 18 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. પોતાનો ચુકાદો આપતાં જજે કહ્યું કે મહિલાએ પોતાના પૈસાથી ઘર ખરીદ્યું છે, તેથી તેને નક્કી કરવાનો અધિકાર છે કે ત્યાં કોણ રહેશે. તેના પુત્રો તેના પર કોઈ પણ બાબત માટે દબાણ કરી શકતા નથી, કારણ કે તે તેમની પાસેથી એક પૈસો પણ લેતી નથી, તે ઘરનો તમામ ખર્ચ પોતે ઉઠાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news