USA માં ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ, ગાંધીજીની પ્રતિમા તોડી ઝંડાથી ઢાંકી
Trending Photos
વોશિંગ્ટન: વિદેશમાં પણ ખેડૂત આંદોલન(Farmers Protest)ની આડમાં ખાલિસ્તાન(Khalistan) સમર્થકો સતત પોતાની માગણીઓ થોપવાનું કામ કરી રહ્યા છે. આ વખતે અમેરિકાના વોશિંગ્ટનથી આવેલી તસવીરો સાક્ષી પૂરે છે. અહીં ખેડૂત આંરિકા(USA) માં થયેલા આ પ્રદર્શનમાં ગ્રેટર વોશિંગ્ટન ડીસી, મેરિલેન્ડ, વર્જીનીયા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, ઈન્ડિયાના, નોર્થ કેરોલીના જેવા રાજ્યોથી ખાલિસ્તાન સમર્થકો ભેગા થયા. પ્રદર્શનકારીઓએ પોત પોતાના રાજ્યોથી વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ સુધી કાર રેલી કાઢી.
ખાલિસ્તાનના નારા લગાવ્યા
પ્રદર્શન વચ્ચે હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને કેટલાક અલગાવવાદી શીખો તેમા જોડાઈ ગયા. જ્યાં તેમણે ભારત વિરોધી નારા લગાવ્યા અને ખાલિસ્તાનના સમર્થનમાં નારેબાજી પણ કરી. હાથમાં કૃપાણ લઈને આ ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસની બહાર લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું. એટલું જ નહીં આ લોકોએ પ્રધાનમંત્રી મોદીનો ફોટો પણ સ્ટેચ્યુ પર લટકાવી દીધો.
ભારતીય દૂતાવાસે કરી ફરિયાદ
ખાલિસ્તાની સમર્થકોની આ ગુંડાગીરી પર ભારતીય દૂતાવાસે(Indian Embassy) એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે દૂતાવાસ બહાર લાગેલી મહાત્મા ગાંધીજીની મૂર્તિને ખાલિસ્તાની તત્વો દ્વારા ખરાબ કરવામાં આવી. આ લોકો પ્રદર્શનકારીઓનો મુખોટો પહેરેલા બદમાશો છે. અમે આ હરકતની નિંદા કરીએ છીએ.
આ નિવેદનમાં ભારતીય દૂતાવાસ તરફથી એમ પણ કહેવાયું કે આ લોકો વિરુદ્ધ તેમણે અમેરિકાની લો ઈન્ફોર્સમેન્ટ એજન્સી પાસે ફરિયાદ પણ કરી છે.
લેબર પાર્ટીના સાંસદે માંગી માફી
ત્યારબાદ અમેરિકામાં લેબર પાર્ટીના સાસંદ તાએવો ઓવાતેમીએ તેમના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી પરંતુ બહુ જલદી તેમણે આ ટ્વીટ બદલ માફી માંગી લીધી. તેમણે કહ્યું કે શીખોના ન્યાય માટે સૂચવવામાં આવેલી ટ્વીટને પોસ્ટ કરવા બદલ અનેક લોકોએ મને ઈમેઈલ કર્યો હતો. એક કર્મચારી જે મને સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવવામાં મદદ કરે છે તેણે આ ટ્વીટ પોસ્ટ કરી હતી. હવે તેને હટાવવામાં આવી છે. હું ઈમાનદારીથી મારા કર્મચારીના કારણે થયેલા અપરાધ બદલ માફી માંગુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે