માલદીવ સંકટ: મોદી-ટ્રમ્પે ફોન પર કરી વાત, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા વધારવા ઉપર પણ ભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાજકીય સંકટ અને તણાવગ્રસ્ત હાલાત અંગે ફોન પર વાતચીત કરી.

માલદીવ સંકટ: મોદી-ટ્રમ્પે ફોન પર કરી વાત, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા વધારવા ઉપર પણ ભાર

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાજકીય સંકટ અને તણાવગ્રસ્ત હાલાત અંગે ફોન પર વાતચીત કરી. આ સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલ કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાીને વધુ ચુસ્ત કરવા અંગે પણ વિચાર-વિમર્શ કર્યો. વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી. બીજી બાજુ ચીને માલદીવમાં સંયુક્ત રાષ્ટ્રના કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપનો વિરોધ કર્યો. પરંતુ વિદેશી હસ્તક્ષેપ પર પોતાના સૂર ઢીલા કરતા ચીને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય રાજકીય સંકટના સમાધાનમાં માલદીવના પક્ષો માટે 'સમર્થન અને સુવિધા' ઉપલબ્ધ કરાવી શકે છે. 

માલદીવની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 9મી ફેબ્રુઆરીએ થનારી બેઠક અગાઉ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે માલદીવના સંકટના ઉકેલ માટે ચીન માલદીવના પ્રમુખ રાજકીય પક્ષોની મદદ કરવાનું સમર્થન કરે છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ સ્થિતિના ઉકેલ માટે સર્વપક્ષીય વાર્તાની વ્યવસ્થા કરવાની રજુઆત કરી હતી અને ત્યારબાદ બેઠક બોલાવવામાં આવી. 

શું ચીન માલદીવમાં સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની વિરુદ્ધમાં છે? પ્રશ્નના જવાબમાં ગેંગે કહ્યું કે 'મેં મારું વલણ સ્પષ્ટ કર્યું છે. આતંરરાષ્ટ્રીય સમુદાયે માલદીવની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને સંબંધિત પક્ષો વચ્ચે વાર્તાને લઈને મદદ ઉપલબ્ધ કરાવવા સંબંધે એક સકારાત્મક ભૂમિકા નિભાવવી જોઈએ.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news