પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લિડર મસૂદ અઝહરની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવશે. પાકિસ્તાની સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી નોંધાયેલા કેસમાં મસૂદ અઝહરની અટકાયત કરવામાં આવશે.

પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ

ઇસ્લામાબાદ: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લિડર મસૂદ અઝહરની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવશે. પાકિસ્તાની સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી નોંધાયેલા કેસમાં મસૂદ અઝહરની અટકાયત કરવામાં આવશે. થોડા સમય પહેલા જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારબાદથી જ મસૂદ અઝહર પર આંતરરાષ્ટ્રીય સકંજો કસાતો જઇ રહ્યો છે અને તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગ ઉઠી રહી છે.

અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો સવાલ
આ મુદ્દે ચીને મંગળવારે કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદના લિડર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશિક આતંકી જાહેર કરવાની જટીલ મુદ્દાનું યોગ્ય સમાધાન આવી જશે, પરંતુ તેનાથી કોઇ સમયસીમા બનતી નથી. થોડા દિવસ પહેલા અહીં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનથી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગથી મુલાકાત બાદ ચીનનું આ વલણ સામે આવ્યું છે.

ચીને પાકિસ્તાની સંગઠન જૈશ-એ-મોહમ્મદના લિડર પર પ્રતિંબધ લગાવવાનો એક નવા પ્રસ્તાવ પર માર્ચમાં ટેકનિકલી રોક લગાવી હતી. જૈશે પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. ચીને અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવાના ચોથા પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે આ મીડિયા બ્રિફિંગમાં કહ્યું, ‘હું માત્ર એટલું કહી શકુ છુ કે મને વિશ્વાસ છે કે યોગ્ય રીતે તેનું સમાધાન લાવશે.’

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news