IS ગેંગસ્ટર હજુ જીવતો છે! 5 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો અબૂ બકર અલ બગદાદી

ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ગેંગસ્ટર અબૂ બકર અલ-બગદાદી જિહાદી સંગઠન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો છે.

IS ગેંગસ્ટર હજુ જીવતો છે! 5 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો અબૂ બકર અલ બગદાદી

બગદાદ: ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ગેંગસ્ટર અબૂ બકર અલ-બગદાદી જિહાદી સંગઠન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. અત્યારે તે સ્પષ્ટ નથી કે, આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો હતો. પરંતુ બગદાદીએ પૂર્વ સીરિયામાં આઇએસના અંતિમ ગઢ બાગૂઝ માટે મહીનો ચાલેલી લડાઇનો ઉલ્લેખ કર્યો હતો. આ લડાઇ ગત મહિને જ સમાપ્ત થઇ.

એક ગાદી પર બેસી અને ત્રણ લોકોને સંબોધિત કરતા બગાદાદીએ કહ્યું, ‘બાગૂઝ (સીરિયા)ની લડાઇ ખતમ થઇ ગઇ છે.’ વીડિયોમાં આ ત્રણ વ્યક્તિઓના ચહેરા અસ્પષ્ટ કરવામાં આવ્યા છે.

અલ બગદાદીનો 18 મિનિટનો વીડિયોમાં આ સફેદ રંગના રૂમમાં ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે બેઠક જોવા મળી રહી છે. તેમની પાસે રાઇફલ પણ છે. તમણે વીડિયોના એક ભાગમાં શ્રીલંકા પર ચર્ચા કરી, જેમાથી 21 એપ્રિલના થયેલા હુમલા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ વીડિયોમાં બગદાદી શ્રીલંકામાં હુમલાખોરની પ્રશંસા કરતા જોવા મળ્યો છે. આ ઉપરાંત આ વીડિયોમાં હાલન ઘટનાઓ પર ચર્ચા કરે છે. જેમાં બાગૂજની લડાઇ વિશે પણ વાત કરવામાં આવી રહી છે.

આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, શ્રીલંકામાં ઇસ્ટર પર કરવામાં આવેલો હુમલો બાગુજમાં આઇએસની હારનો બદલો છે. બાગુજ સીરિયામાં આતંકી સમૂહનો છેલ્લો ગઠ હતો.

— Gavino Garay (@GavinoGaray) April 29, 2019

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના ઇસ્ટરમાં રવિવારે જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં એક મહિલા સહિત 9 લોકો પર આત્મઘાતી હુમલા સામેલ હતા તથા આ હુમલાના સંબંધમાં સંદેહના આધાર પર અત્યાર સુધી 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક મુખ્ય અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી.

આ આત્મઘાતી બોમ હુમલાખોરોએ રવિવારે ચર્ચો અને વૈભવી હોટેલોમાં હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 359 લોકોનો જીવ ગયો હતો.

આ હુમલા બાદ શ્રીલંકામાં સાર્વજનિક સ્થાનો પર મુસ્લિમ મહિલાઓ હવે નકાબ નહીં પહેરી શકે, કેમકે દેશમાં ઇસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ સોમવારથી અમલમાં આવી જશે.

રાષ્ટ્રપતિએ રવિવારે નવા નિયમની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત ચહેરો ઢાકવાવાળા કોઇપણ પ્રકારના કપડા પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news