આ રશિયન જાસૂસને અપાઈ પુરુષોને વશમાં કરવાની ટ્રેનિંગ, સંબંધ કેવી રીતે બનાવવા તે પણ શિખવાડતા

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ બધા વચ્ચે એક રશિયન મહિલાએ દાવો કર્યો છે કે તે રશિયા માટે જાસૂસીનું કામ કરી ચૂકી છે.

આ રશિયન જાસૂસને અપાઈ પુરુષોને વશમાં કરવાની ટ્રેનિંગ, સંબંધ કેવી રીતે બનાવવા તે પણ શિખવાડતા

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ બધા વચ્ચે એક રશિયન મહિલાએ દાવો કર્યો છે કે તે રશિયા માટે જાસૂસીનું કામ કરી ચૂકી છે. આ દરમિયાન તેને પોતાનું કામ કઢાવવા માટે 'સંબંધ બનાવવાની એક સ્પેશિયલ ટેક્નિક' શીખવાડવામાં આવી હતી.  તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કેવી રીતે તેને સીક્રેટ એજન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે તે 18 વર્ષની હતી. મહિલાએ જણાવ્યું કે તે જ્યારે 20 વર્ષની હતી ત્યારે તેને એક મિશન પર મોકલી દેવાઈ હતી જ્યાં ડ્રગ ગેંગ અને માનવ તસ્કરી સંલગ્ન લોકોને નિશાન બનાવવાના હતા. પરંતુ આ મિશનમાં કઈક ગડબડ થઈ ગઈ અને તેણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. 

મિલેટ્રી એકેડેમીમાં ટ્રેનિંગ
ધ સનમાં છપાયેલા એક ખબર મુજબ આ રશિયન મહિલાનું નામ આલિયા છે. આલિયાએ જણાવ્યું કે તે વ્લાદિમિર પુતિનના શાસનકાળમાં જાસૂસીનું કામ કરી ચૂકી છે. સોવિયેત સંઘમાં જન્મેલી આલિયા હાલ એક પીઆર કંપની ધરાવે છે. મહિલાએ જણાવ્યું કે તેને મિલેટ્રી એકેડેમીમાં અનેક ટેક્નિક શીખવાડવામાં આવી હતી. તેને શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે લોકોને સેડ્યૂસ, મેનિપ્યુલેટ અને પોતાના કામ માટે મનાવવાના હોય છે. આ સાથે જ આલિયાને અનેક પ્રકારના હથિયાર ચલાવવાની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Roza 🌹 (@aliiaroza)

ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે જોઈન કરી એકેડેમી
આલિયાએ જણાવ્યું કે મારા દાદા સેકન્ડ વર્લ્ડ વોરના નેશનલ હીરો હતા. મારા ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે મે એકેડેમી જોઈન કરી હતી. મે ત્યાં અભ્યાસ કર્યો અને પછી કેટલાક મિશન્સ ઉપર પણ ગઈ. જ્યાં મને મારા દેશના લોકોને અફઘાનિસ્તાનથી આવેલા ડ્રગ્સથી બચાવવાનું કામ મળ્યું હતું. રશિયામાં માનવ તસ્કરી રોકવાના કામમાં મને લગાવવામાં આવી હતી. આ કામ માટે કેટલીક ખાસ છોકરીઓની પસંદગી થઈ હતી જેમાંથી એક આલિયા હતી. 

ગુડ લૂક્સનો ઉપયોગ કરી ડ્રગ લીડરને પ્રેમજાળમાં ફસાવ્યો
આ મિશન માટે તેને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને જણાવાયું કે કેવી રીતે ગુડ લૂક્સનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. આલિયાએ જણાવ્યું કે પુરુષોને પ્રેમમાં કેવી રીતે ફસાવીને તેમની પાસે પ્રપોઝ કરાવવું, હું આ બધુ મહિલાઓને જણાવી શકું છું. એકેડેમીમાં તે લોકો અમને ભણાવતા હતા. તેઓ ફક્ત બોલતા ન હતા પરંતુ કરીને પણ બતાવતા હતા. તે આગળ જણાવે છે કે સિડક્શન એક નિર્ધારિત રણનીતિ હેઠળ કરવામાં આવે છે અને તેમાં સમય લાગે છે. સેક્સ્યુઅલ એજ્યુકેશન પણ ખુબ જરૂરી છે. કારણ કે તમારે બેસ્ટ લવર બનવાનું હોય છે. તેમણે જણાવ્યું કે તેમનું છેલ્લું મિશન એક ડ્રગ ગેંગના લીડરને સેડ્યૂસ કરવાનું અને તેની ગેંગનો પર્દાફાશ કરવાનું હતું. આલિયાએ ડ્રગ લીડરને ટાર્ગેટ કર્યો અને તેને પ્રેમની જાળમાં ફસાવીને જરૂરી જાણકારી પણ કઢાવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news