VIDEO: અમેરિકામાં સિંધી સમાજનો PM મોદીને મદદનો પોકાર, સિંધને પાકિસ્તાનથી આઝાદ કરાવો

બલુચિસ્તાન બાદ પાકિસ્તાનના સિંધી સમાજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની આઝાદીની માગણી ઉઠાવી છે. 

VIDEO: અમેરિકામાં સિંધી સમાજનો PM મોદીને મદદનો પોકાર, સિંધને પાકિસ્તાનથી આઝાદ કરાવો

હ્યુસ્ટન: બલુચિસ્તાન બાદ પાકિસ્તાનના સિંધી સમાજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની આઝાદીની માગણી ઉઠાવી છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ  કાર્યક્રમ અગાઉ મોટી સંખ્યામાં સિંધી, બલોચ અને પખ્તુન સમુદાયના પ્રતિનિધિઓ હ્યુસ્ટનમાં ભેગા થયા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં સિંધી કાર્યકર્તા ઝફરે કહ્યું કે બાંગ્લાદેશની જેમ સિંધની પણ પાકિસ્તાનથી આઝાદ કરવામાં ભારત અમારી મદદ કરે. સિંધી કાર્યકર ઝફરે કહ્યું કે પાકિસ્તાનના સિંધી લોકો એક સંદેશ સાથે હ્યુસ્ટનમાં આવ્યાં છે. જ્યાં મોદીજી સવારે અહીંથી પસાર થશે ત્યારે અમે અમારા સંદેશ સાથે અહીં પહોંચીશું કે અમને આઝાદી જોઈએ છે. અમને આશા છે કે મોદીજી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમારી મદદ કરશે. 

તેમણે કહ્યું કે અમે સિંધી અમારા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારા સિંધ પ્રાંતની આઝાદીની માગણી કરીશું. પાકિસ્તાનમાં અમારો નરસંહાર થઈ રહ્યો છે. અમારા અનેક અધિકારીઓ ખતમ કરવામાં આવી રહ્યાં છે. જે રીતે 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે ભારતે મદદ કરી હતી તે જ રીતે પાકિસ્તાનથી સિંધને આઝાદી અપાવવામાં અમારી મદદ કરો. 

સિંધી સમાજના પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાનની રિયાસત ફાસિસ્ટ અને આતંકી રિયાસત છે. ત્યાં માણસોની લાશો વેચાય છે. લઘુમતીઓને કોઈ અધિકાર અપાયા નથી. અમે ઈચ્છીએ છીએ કે મોદીજી અને ટ્રમ્પ અમારી મદદ કરે. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈને આતંકી જાહેર કરવામાં આવે. 

— ANI (@ANI) September 22, 2019

આ બાજુ અમેરિકામાં બલુચ નેશનલ મૂવેન્ટના પ્રતિનિધિ નબી બક્શ બલુચે  કહ્યું કે અમે પાકિસ્તાનથી આઝાદીની માગણી કરી રહ્યાં છીએ. ભારત અને અમેરિકા અમારી એવી રીતે મદદ કરે જે રીતે 1971માં ભારતે બાંગ્લાદેશની મદદ કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર મોટા પાયે બલુચ લોકોના માનવાધિકારોનું હનન કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં થનારી પીએમ મોદીની આ મહારેલીમાં ભારતીય સમુદાયના લગભગ 50 હજાર લોકો સામેલ થશે. પીએમના કાર્યક્રમને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news