રશિયાની Sputnik V Coronavirus Vaccine ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 91.6% અસરકારકઃ ધ લાસેન્ટ

રશિયાએ બનાવેલી Sputnik V વેક્સિન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 91.6 ટકા અસરકારક સાબિત થઈ છે. તેની કોઈ ગંભીર પ્રતિકૂળ અસર પણ જોવા મળી નથી. 
 

રશિયાની Sputnik V Coronavirus Vaccine ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 91.6% અસરકારકઃ ધ લાસેન્ટ

મોસ્કોઃ કોવિડ-19ની રશિયાની વેક્સિન ‘Sputnik V’ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 91.6 ટકા અસરકારક સાબિત થઈ છે અને કોઈ આડઅસર જોવા મળી નથી. ધ લાસેન્ટ જર્નલમાં પ્રકાશિત આંકડાના અંતરિમ વિશ્લેષણમાં આ દાવો કરવામાં આવ્યો છે. સ્ટડીના આ પરિણામ 20,000 વોલેન્ટિયર્સોથી એકત્ર કરવામાં આવેલા આંકડાના વિશ્લેષણ પર આધારિત છે. 

કોઈ ગંભીર પ્રતિક્રિયા નથી
સ્ટડી દળમાં સામેલ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, રસીના પરીક્ષણ દરમિયાન વોલેન્ટિયરો પર રસીના ડોઝના કોઈ ગંભીર પ્રતિકૂળ પ્રભાવ નહિવત જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન ચાર લોકોના મોત થયા. પરંતુ તેમણે દાવો કર્યો કે, તેને રસી સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે, સર્વાધિક પ્રભાવ ફ્લૂ જેવા લક્ષણ, ઇન્જેક્શન વાળા સ્થળ પર દુખાવો અને નબળાઈનાના રૂપમાં જોવા મળ્યા. 

18 વર્ષથી વધુ લોકો પર ટેસ્ટ
સ્ટડીના સહ મુખ્ય લેખત અને રશિયાના ગામેલયા નેશનલ રિસર્ચ સેનટ્ર ફોર એપીડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી સાથે સંકળાયેલા એના વી ડોલઝીકોવાએ કહ્યુ, રશિયામાં ત્રીજા તબક્કામાં અમારી ટ્રાયલમાં 18 વર્ષથી વધુ ઉંમરના વોલેન્ટિયરોમાં રસીની વધુ પ્રભાવ ક્ષમતા જોવા મળી છે. 

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં હજુ કોવિડ-19ની 64 રસીની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં 13 રસીનું ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે, જ્યારે 173 રસી પૂર્વ-ક્લીનિકલ વિશ્લેષણના તબક્કામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news