ભાગેડુ દાઉદ ક્યાં છૂપાઈને બેઠો છે તે ખબર પડી ગઈ, 67 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન

Dawood Ibrahim: ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે. તેણે તેની પહેલી પત્નીને તલાક આપીને બીજીવાર નિકાહ કર્યા છે. જો કે નિકાહ કઈ મહિલા સાથે કર્યા તેના નામનો ખુલાસો તેણે કર્યો નથી. 

અલીશાહ ઈબ્રાહિમ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. દાઉદના ભાણીયા અલીશાહે NIA ની પૂછપરછમાં જણાવ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીના ડિફેન્સ એરિયામાં છૂપાયેલો છે અને બીજા લગ્ન કર્યા છે. NIA એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંબંધ રાખવાના મામલે મુંબઈમાં મોટા પાયે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક લોકોના નિવેદનો લેવાયા હતા. આ જ કડીમાં અલીશાહ ઈબ્રાહિમ પારકરનું તે સ્ટેટમેન્ટ પણ હાથ લાગ્યું છે જે તેણે એનઆઈએની પૂછપરછમાં આપ્યું હતું. 

પઠાણ પરિવારમાંથી આવે છે
દાઉદની આ બીજી બેગમ પાકિસ્તાનના જ એક પઠાણ પરિવારમાં આવે છે. જો કે NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમે એવું કહે છે કે બીજા લગ્ન કરવા માટે તેણે પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ આવું બિલકુલ નથી. NIA ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન સાથે મારી મુલાકાત જુલાઈ 2022માં દુબઈમાં થઈ હતી. ત્યારે મને દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની વિશે ખબર  પડી હતી. અલીશાહના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન જ દરેક તહેવારે, અવસરે ભારતમાં બેઠેલા સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે. 

અત્રે જણાવવાનું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ પણ અલીશાહની પૂછપરછ કરી હતી. ત્યારે અલીશાહે જણાવ્યું હતું કે મને અનેક લોકોથી જાણવા મળ્યું છે કે મામા દાઉદ ઈબ્રાહિમ અને પત્ની મહેજબીનના પાંચ બાળકો છે અને બધા પાકિસ્તાનમાં જ રહે છે. 

જુઓ લાઈવ ટીવી

ડિફેન્સ એરિયામાં રહે છે ડોન?
દાઉદ ઈબ્રાહિમની વિગતો વિશે અલીશાહે જે ખુલાસો કર્યો છે તે નિવેદન મુજબ દાઉદ ઈબ્રાહિમ હવે કરાંચીના ડિફેન્સ એરિયામાં અબ્દુલ ગાઝી બાબા દરગાહ પાછળ રહીમ ફાકી પાસે રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news