UNSC: ચીને પાક્કા મિત્ર પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, મક્કી આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર

Abdul Rehman Makki listed in international terrorist list: પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી મુદ્દે ચીને પોતાના મિત્ર પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. ભારતમાં અનેક આતંકી હુમલાનો આરોપી અને પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી હવે આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ ચૂક્યો છે. સુરક્ષા પરિષદની ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં તેનું નામ સામેલ થઈ ગયું છે.

UNSC: ચીને પાક્કા મિત્ર પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, મક્કી આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર

Abdul Rehman Makki listed in international terrorist list: પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી મુદ્દે ચીને પોતાના મિત્ર પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. ભારતમાં અનેક આતંકી હુમલાનો આરોપી અને પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી હવે આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ ચૂક્યો છે. સુરક્ષા પરિષદની ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે અત્યાર સુધી ચીન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ કરવા મુદ્દે અડિંગો જમાવતું હતું. પરંતુ 16 જૂન 2023ના રોજ ચીને પોતાના હાથ પાછા ખેંચી લીધા અને આ સાથે જ અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો. 

અમેરિકા અને ભારતે બહુ પહેલા મક્કીને આતંકી જાહેર કરી દીધો હતો. પરંતુ UN સુરક્ષા પરિષદમાં ચીનના વીટોના કારણે વારંવાર તે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થવાથી બચી રહ્યો હતો. જૂન 2022માં પણ ISIL પ્રતિબંધ સમિતિ અને અલ કાયદા હેઠળ આતંકવાદીઓની સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ચીને મક્કી વિરુદ્ધ ભારત અને અમેરિકાના પ્રસ્તાવને પાસ થવા દીધો નહતો અને સુરક્ષા પરિષદની ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં મક્કીને સામેલ કરાવવા મુદ્દે અડિંગો જમાવ્યો હતો. 

કોણ છે આતંકી મક્કી?
અબ્દુલ રહેમાન મક્કી આતંકી સંગઠન લશ્કર એ તૈયબા (LeT) એટલે કે જમાત ઉદ દાવા (JUD)નો પોલિટિકલ વિંગનો મુખ્યા છે. મક્કીને એલઈટીના આંતરરાષ્ટ્રીય મામલાઓનો પ્રમુખ પણ ગણાવવામાં આવે છે. તે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો પ્રમુખ અને 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ મોહમ્મદ સઈદનો સાળો છે. 

અનેક આતંકી હુમલાનો આરોપી
અબ્દુલ રહેમાન મક્કી ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકી ફેલાવવા, આતંકી ગતિવિધિઓને અંજામ આપવા, આતંકી સંગઠન માટે પૈસા ભેગા કરવા, આતંકીઓની ભરતી કરવા અને તેમને ટ્રેઈન કરવાનું કામ કરે છે. લશ્કર એ તૈયબા ભારતમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર છે. વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલો હુમલો, 2008માં રામપુર કેમ્પ પર થયેલા હુમલા સહિત બારામુલ્લા, શ્રીનગર, બાંદીપોરા આતંકી હુમલાને પણ લશ્કરના આતંકીઓએ અંજામ આપ્યો હતો. આ હુમલાઓમાં મક્કીનું પણ નામ આવી ચૂક્યું છે. 

પાકિસ્તાનમાં થઈ હતી ધરપકડ
અબ્દુલ રહેમાન મક્કીને પાકિસ્તાન સરકારે વર્ષ 2019માં આતંકી ઘટનાક્રમોમાં સામેલ હોવા મુદ્દે ધરપકડ કરી હતી. પાકિસ્તાન તરફથી આ ધરપકડ ફાઈનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા કરાયેલા દબાણ હેઠળ થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની કોર્ટે મક્કીને આતંકવાદી ઘટનાઓ માટે પૈસા ભેગા કરવા મામલે દોષી ઠેરવ્યો અને જેલ મોકલ્યો હતો. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news