Agriculture News : ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આભ ફાટવા જેવી સ્થિતિ છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરો સરોવરમાં ફેરવાયા છે. આ કારણે મોટી નુકસાની વહોરવી પડી શકે છે. નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસોથી પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. અવિરત વરસાદને કારણે ખેતરોમાં જરૂરિયાત કરતાં વધારે પાણી ભરાયા છે. જેના કારણે ડાંગર સતત ડૂબી રહેતા, પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જ્યારે શાકભાજી પાકોમાં સંપૂર્ણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગરના પાકને નુકસાની જોવા મળી
નવસારી જિલ્લામાં ડાંગર શેરડી અને શાકભાજી મુખ્ય પાકો છે. જેમાં હાલમાં ખેડૂતોએ ચોમાસુ ડાંગરની રોપણી શરૂ કરી હતી. સામાન્ય રીતે જુલાઈ મધ્યમાં નવસારીમાં ડાંગરની રોપણી શરૂ થાય છે. એક થી દોઢ મહિના સુધી ડાંગરના ધરૂની તૈયારી કર્યા બાદ ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી. ડાંગર માટે વરસાદ જરૂરી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ડાંગરના ધરૂ રોપેલ ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. સાથે જ આ સિઝનમાં ખેડૂતો રીંગણ, ટામેટા, પરવળ, ટીંડોળા જેવા શાકભાજી પાકો પણ કરતા હોય છે. પાણી ભરાવાના કારણે શાકભાજી પાકોમાં સંપૂર્ણ નુકસાન થયું છે. છોડના પાંદડા નીકળી ગયા છે અને જે પાક બચ્યો છે તેમાં ઉત્પાદન થઈ શકે એવું કંઈ નથી. 


શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો


ખેડૂતોને સરકારી વળતરની આશા 
નવસારીમાં ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલ કહે છે કે, ખેતરોમાં ભરાયેલા પાણી કાઢવા માટે ખેડૂતોએ પોતાના ખર્ચે વરસાદી કાંસની સફાઈ શરૂ કરાવી છે. જો પાણી નીકળે તો કદાચ ડાંગરને જીવાડી શકાય એવી આશા છે. પરંતુ એની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે. ત્યારે સરકારી સર્વે મુદ્દે ખેડૂતોમાં રોષ પણ છે. કારણ સર્વે થાય છે પણ નિયમ એવા ગુંચવાડા ભર્યા છે કે કાગળો કરતા સમય વીતી જાય છે અને વળતર મળતુ નથી. એવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. જેથી સરકાર ખેતી પાકોને વીમા દ્વારા સુરક્ષા આપે અને હાલની પરિસ્થિતિમાં વહેલામાં વહેલો સર્વે કરાવી, યોગ્ય વળતર ચૂકવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે


બીજી તરફ શાકભાજી પાકોમાં નુકસાન થતા બજારમાં આવક ઘટી છે. આવક સામે ડિમાન્ડ વધુ રહેતા શાકભાજીના ભાવોમાં પણ 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. નવસારી એપીએમસીમાં મહારાષ્ટ્રથી આવતા ટામેટા સહિતના શાકભાજીનો જથ્થો ઓછો આવી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે રીંગણ, ટામેટા, ભીંડા, ટીંડોળા જેવા શાકભાજીમાં નુકસાની થતા એની આવક પણ ઘટી છે. જેથી સ્વાભાવિક રીતે શાકભાજીના ભાવોમાં વધારો જોવાઈ રહ્યો છે


નવસારી એપીએમસીના પ્રમુખ પ્રકાશ પટેલે જણાવ્યું કે, ચોમાસાની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હોય છે. વરસાદ મોડો આવ્યો ત્યારે ખેડૂતો મેઘાને રિઝવવાની તૈયારીમાં હતા. પરંતુ મેઘ મહેર થઈ અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. ડાંગર પકાવતા ખેડૂતોએ વાવણી કરી, પરંતુ છેલ્લા પાંચ દિવસોમાં સતત વરસેલા વરસાદે ખેડૂતોનું સુખ દુઃખમાં ફેરવ્યું છે.


આરક્ષણથી IAS બનવાનો ખેલ, વિકાસ દિવ્યકીર્તિએ જણાવી મલાઈદાર પદના નોકરીની બીજી બાજુ


બોરસદના ખેતરો જળબંબાકાર
આ તરફ, બોરસદ પંથકમાં 8 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબકવાની ઘટના બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રાસ ગામની સીમમાં ક્યારી વિસ્તારમાં 1500 વિઘા જમીનમાં કાંસનાં પાણી ફરી વળતા ખેતરો જળ બંબાકાર થઈ જતા ડાંગરનો પાક બોરાણમાં જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાસ ગામના ખેડૂતોની રાસ ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે તેમાં તેઓએ મોંઘા ભાવના ડાંગર અને મોંઘું ખાતર લાવી ડાંગરની વાવણી કરી હતી. પરંતુ ભારે વરસાદના કારણે કાંસનાં પાણી 1500 વિઘા જમીનમાં ફરી વળતા જાણે ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને ડાંગર બોરાણમાં જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 


શું ખેડૂતોને સહાય મળશે?
રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ ગઈ હતી. જિલ્લા કલેક્ટરે આ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. ખેતીવાડી વિભાગ, આર.એન.બી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઈ છે. ભારે વરસાદના કારણે જમીનો અને પાકને વ્યાપક નુકસાની થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જે લોકોના ઘરમાં નુકશાન થયું તેનો સર્વે કરવામા આવ્યો છે. આઠ દિવસમાં સર્વે કરવામાં આવશે જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ સહાય મળશે તેવું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું. 


પર્યાવરણ સંરક્ષણના યોદ્ધા, જેમના પ્રયાસોથી પાટણ જિલ્લો હરિયાળો બન્યો