પર્યાવરણ સંરક્ષણના યોદ્ધા, જેમના પ્રયાસોથી પાટણ જિલ્લો હરિયાળો બન્યો

Green Warrior : પાટણના કુણઘેર ગામના નિલેશ રાજગોર પર્યાવરણની સંરક્ષણ માટે લડત ચલાવે છે, તેમણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને વૃક્ષ-ઉછેર માટેની શપથ લેવડાવી

પર્યાવરણ સંરક્ષણના યોદ્ધા, જેમના પ્રયાસોથી પાટણ જિલ્લો હરિયાળો બન્યો

Agriculture News પ્રેમલ ત્રિવેદી/પાટણ : આજે આપણે મળીશું પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ એક યોદ્ધાને. જેમનું નામ છે નિલેશ રાજગોર. સૃષ્ટિ સંરક્ષણ જ જેમના જીવનનું ધ્યેય છે તેવા નિલેશભાઈએ 2015થી વૃક્ષ વાવેતરની લોકઝુંબેશ આદરી છે. આઠ લાખથી વધુ વૃક્ષ –વાવી ચૂકેલા નિલેશભાઈ એ “વ્યક્તિ-શક્તિ”નું જીવતું જાગતું ઉદાહરણ છે.   

ગ્રીન કમાન્ડો નિલેશ રાજગોરને..તે પાટણ જિલ્લાના કુણઘેર ગામના છે. પર્યાવરણ સંરક્ષણની   લડતના આ પ્રતિબદ્ધ સૈનિકે અત્યારસુધીમાં તેમના વિસ્તારમાં આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. 2015થી આ ઝુંબેશ શરુ નિલેશભાઈ આજે અનેક લોકોનો તે પ્રેરણા-સ્ત્રોત બન્યા છે. નિલેશભાઈના આ પ્રયાસોના પગલે ગ્રીન ફૂટપ્રિન્ટમાં વૃદ્ધિ થઈ છે તેમ જ ટકાઉ વિકાસને વેગ મળ્યો છે. નિલેશભાઈની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમનો - પર્યાવરણ- પ્રેમ     

નિલેશભાઈની આ ઝુંબેશનું મહત્વનું પાસું  છે જનભાગીદારી.  તેમણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને વૃક્ષ-ઉછેર માટેની શપથ લેવડાવી છે.પર્યાવરણ સંરક્ષણના આ ઉત્કૃષ્ટ પ્રદાન નિલેશભાઈ અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. વર્ષ 2021-22માં તેમને ક્લાયમેટ ચેન્જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. 

ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઉભી કરવી એ નિલેશભાઈનો ધ્યેય-મંત્ર છે. આ ધ્યેય–મંત્રને સિદ્ધ કરવા માટે તે શાળા કોલેજોમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. નિલેશભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે. 

પાટણ જિલ્લાના આ પ્રકૃતિપ્રેમીના પ્રયાસો થકી પાટણ જિલ્લાને હરિયાળો બનાવ્યો છે અને ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈ લડવા માટેની પ્રેરણા પૂરી પાડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news