Agriculture News : કપાસનો પાક એટલે ગુજરાતનો મુખ્ય પાક, ગુજરાતનો સૌથી મોટો પાક. ગુજરાતમાં ખરીફ સીઝનમાં 25 થી 26 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. કપાસની ખેતીમાં ગુજરાતનો ખેડૂતોનો 8 મહિના જેટલો સમય વીતી જાય છે. આવામાં હવે કપાસની ખેતી કરવાનો સમય આવી ગયો છે. પરંતું કપાસના બિયારણની ખરીદી સમયે ખેડૂતો સૌથી વધુ છેતરાતા હોય છે. જો બિયારણ ખરાબ નીકળે તો આખો પાક ખરાબ જાય. કપાસનો પાક ફેલ જાય તો ખેડૂતની 8 મહિનીની સીઝન ફેલ જાય. કપાસના પાક ફેલ જાયો તો ખેડૂતનું આખુ વર્ષ ફેલ જાય. તેથી ખેડૂતો બિયારણમાં ન છેતરાય તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા બિયારણ ખરીદવા માટેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 


  • રાજ્યના કપાસ પાકના વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો-રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

  • બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી

  • ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં


ગુજરાતના ખેડૂતોએ રેકોર્ડ સર્જ્યો : ચાર મહિનામાં જ અડધી સીઝનનો કપાસનો પાક બજારમાં ઉતાર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 કપાસના બિયારણ ખરીદતા સમયે આ બાબતનુ ખાસ ધ્યાન રાખો 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા. 19 મી જૂનથી ચોમાસું સીઝન શરૂ થઈ શકે છે. ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકા મુજબ કપાસ પાકના આગોતરું વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.


વેપારીને પૂછો આ પ્રશ્નો 
વધુમાં જણાવ્યાનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.


કપાસના ખેડૂતોને સરકારની નથી ગરજ : MSPથી પણ ઉંચા ભાવ, હજુ પણ બખ્ખાં કરાવશે


બિયારણમાં કંઈક અજીબ લાગે તો સરકારનો સંપર્ક કરો 
આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.


ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણય