Agriculture News: ખાસ કરીને શિયાળો પુરો થવાને આરે હોય અને ઉનાળાની શરૂઆત હોય એવા સમયે આ ફળ સૌથી વધારે દેખાય છે. એકંદરે શરીરને ઠંડક આપનાર પીળારંગના આ ફળનું નામ છે ગોલ્ડન બેરી. ચુકુ, સફરજન, કેળા અને કેરી કરતા ઘણો ઉંચો હોય છે આ બોર જેવું દેખાતા ફળનો ભાવ. પણ આ ફળ ખાનારો એક ખાસ વર્ગ છે. કહેવાય છેકે, આ ફળ ખાવાથી શરીરમાંથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે સાથે જ તમારી સ્કીન પણ હંમેશા ગ્લો કરતી રહે છે. તે જ કારણે આ ફ્રૂટની દુનિયાભરમાં ખુબ ડિમાન્ડ છે. ડિમાંડના કારણે જ આ ફળ ખુબ મોંઘું પણ છે. જો ગુજરાતના ખેડૂતો આ ફળની ખેતી કરે તો તગડી ટેકાના ભાવની માથાકૂટથી છૂટીને તગડી કમાણી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોલ્ડન બેરી એક એવું ફળ જેની માંગ દુનિયાભરમાં છે. વિદેશી નામ વાળું આ ફળ આપણે ત્યાં પણ થાય છે. જો ગુજરાતના ખેડૂતો એને અનુરૂપ વાતાવરણમાં આ ફળની ખેતી કરે તો સારી એવી કમાણી કરી શકે છે. ખેડૂતોએ પરંપરાગત ખેતીથી આગળ વધીને હવે કંઈક અલગ કરવું પડશે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ કંઈક અલગ વિચારવાની જરૂર છે. ગોલ્ડન બેરીથી લઈને ડ્રેગન ફ્રૂટ જેવા ફળો આ યાદીમાં અવ્વલ સ્થાને છે. ગોલ્ડન બેરીને રાસભરી પણ કહેવામાં આવે છે. પીળા રંગનું આ ફળ એક બંધ કવરમાં આવે છે. એક પ્રકારના પાંદડાની વચ્ચે આ ફળ છુપાયેલું હોય છે. એના પરથી જ તમે અંદાજે લગાવી શકો છોકે, આ ફળ ઉગે છે ત્યારે એટલેકે, ઉગતાની સાથે જ વીવીઆઈપી ટ્રીટમેન્ટ સાથે આવે છે. તેની સાથે તેનું કવચ એટલે કે કવર હોય છે. જેને કારણે આ ફળ ક્યારેય ખરાબ થતું નથી અને હંમેશા ફ્રેશ રહે છે.


દેશના બીજા રાજ્યોના ખેડૂતોની જેમ ગુજરાતના ખેડૂતો પણ હવે આવી ડિફરન્ટ ખેતી તરફ ધ્યાન આપતા થયા છે. ખાસ કરીને સ્ટ્રોબેરી, બ્લૂ બેરી, રાસબેરી, ડ્રેગન ફ્રૂટ, જેવા ફળોની ખેતી હવે ગુજરાતમાં પણ થાય છે. આ વિદેશી કહેવાતા ફળોની ખેતી કરીને ગુજરાતી ખેડૂતો પણ હવે તગડી કમાણી કરતા થયા છે. ભારતની આબોહવા એવી છે કે દેશી તો છોડો, વિદેશી શાકભાજી અને ફળોની ખેતી પણ સરળતાથી થાય છે. 


રાસબેરીની ખેતી માટે કઈ બાબતો છે સૌથી અગત્યની?


  • રાસબેરીની ખેતી કરવા માટે ખેતરમાં પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવી પડે છે. જો ખેતરમાં વધારે પાણી હોય તો તેના છોડના મૂળ સડી શકે છે.

  • રાસબેરીની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કરી શકાય છે. પરંતુ આ માટે રેતાળ લોમ જમીન શ્રેષ્ઠ છે.

  • રાસબેરીના રોપાઓ જમીનથી 20 થી 25 સેમી ઊંચા પથારીમાં વાવવામાં આવે છે. આ છોડને લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી પણ બચાવે છે.

  • જો તમે રાસબેરીની ખેતી કરવા માંગો છો, તો કેટલીક વસ્તુઓ ખૂબ જ ધ્યાન રાખો. જેથી તમારી કિંમત ઓછી રહે અને નુકશાન ન થાય અને નફો થતો રહે…

  • રાસબેરીના રોપા દર વર્ષે જુલાઇ મહિનામાં વાવવામાં આવે છે, ત્યારબાદ જાન્યુઆરીમાં ફળ આપવાનું શરૂ કરે છે અને 3 મહિના સુધી સતત ફળ આપે છે.

  • રાસબેરીની ખેતી માટે સામાન્ય ગાયના છાણનું ખાતર પણ કામ કરે છે. આ સિવાય કમ્પોસ્ટ ખાતરનો પણ ઉપયોગ કરી શકાય છે. સારા પાક માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરોનો ઉપયોગ કરી શકાય છે.

  • રાસબેરીની ખેતીમાં નીંદણ એક સમસ્યા છે. તેના છોડમાં વધુ નીંદણ હોય છે તેથી ત્રણથી ચાર વખત નિંદામણ કરવું પડે છે. જેમાં તેના ખેતરને 3 થી 4 વાર પાણી આપવું પડે છે.


આ ફળની ખેતી માટે કેટલું હોવું જોઈએ તાપમાનઃ
રસભરીની ખેતી માટે 20 થી 25 ડિગ્રી તાપમાન સારું માનવામાં આવે છે, પરંતુ તે 15 ડિગ્રી સેલ્સિયસના તાપમાને પણ ઉગાડી શકાય છે. એકવાર તેનો છોડ ફળ આપવાનું શરૂ કરે છે, તે 3 મહિના સુધી પુષ્કળ ફળ આપે છે. આનાથી બે વીઘા જમીનમાં ખેતી કર્યા પછી પણ એક વર્ષમાં 2 થી 3 લાખ રૂપિયાનો નફો મેળવી શકાય છે.


આ વિદેશ ફળની ખેતી કરીને ગુજરાતીઓ કરે છે તગડી કમાણીઃ
આવા જ વિવિધ ફળોની યાદીમાં એક નામ સામેલ છે એ છે રાસબેરી અથવા રસભરી. મૂળભૂત રીતે આ ફળ ભારતનું નથી બદલકે આ ફળ દક્ષિણ અમેરિકાનું છે, પરંતુ હવે ભારતમાં તેની ખૂબ ખેતી થાય છે અને ખેડૂતોને ઓછા ખર્ચમાં પણ સારું ઉત્પાદન મેળવીને અધધ રૂપિયાની કમાણી કરે છે.