મહારાષ્ટ્રના અકોલામાં ખેડૂત આજકાલ વાવણીમાં વ્યસ્ત છે. નાના ખેડૂતો જ્યાં પોતે ખેતરમાં ફરી ફરીને વાવણી કરે છે ત્યાં વધુ જમીન ધરાવતા ખેડૂતો વાવણી માટે ટ્રેક્ટર સાથે મશીનોનો ઉપયોગ કરતા હોય છે. અહીં અમે તમને એક એવા ખેડૂત વિશે જણાવીશું જેણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગજબ કરી નાખ્યો. ખેતરોમાં ટ્રેક્ટરથી વાવણી થઈ રહી છે પણ ટ્રેક્ટર પર કોઈ ખેડૂત બેઠેલો દેખાતો નથી. જાણો કેવી રીતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના અકોલામાં પહેલીવાર માનવ રહિત ટ્રેક્ટરથી ખેતરમાં બિયારણની વાવણીનું કામ થતું જોવા મળ્યું. ભારતીય ખેતી જગતમાં નવી ટેક્નોલોજીથી ફેરફાર જોવા મળી રહ્યો છે. અકોલા જિલ્લામાં ખેડૂતોએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અકોલાના રાજૂ વરોકર અને તેમના પરિવારે 'જીપીએસ કનેક્ટ' સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડ્રાઈવર વગર ટ્રેક્ટરથી સોયાબીન માટે જમીન ખેડીને વાવણી કરી રહ્યા છે. 


જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ
વરોકર પરિવારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલીવાર જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ ટેક્નલોોજીથી એક લાઈનમાં સીધી રીતે ખેતર ખેડી શકાય છે અને વાવણી  થઈ શકે છે. જે ખેડૂતો માટે સુવિધાજનક છે. આ Auto Pilot Sowing Technique છે. આ ટેક્નોલોજીમાં ટ્રેક્ટરથી ખેતરમાં વાવણી કરવા માટે ડ્રાઈવરની જરૂર પડતી નથી. વાવણી સરળ અને સીધી થાય છે. આ માટે જર્મન ટેક્નોલોજી 'RTK' ઉપકરણ લગાવવામાં આવ્યું છે. આ ડિવાઈસને ખેતરની એક બાજુ રાખવામાં આવે છે. ડિવાઈસને 'જીપીએસ કનેક્ટ' દ્વારા ટ્રેક્ટર સાથે જોડવામાં આવે છે. 



4 થી 5 લાખ રૂપિયાનું ડિવાઈસ
આ ડિવાઈસ જર્મનીમાં બન્યું છે. તેના માટે  ખેડૂતોએ 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે. ભારતીય ખેતીએ જૂની રીતો છોડીને હવે નવી ટેક્નોલોજી અપનાવવાની જરૂર છે. આ નવી ટેક્નોલોજીથી ભારતીય કૃષિને નવું સ્વરૂપ મળી શકે છે.