પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Ex PM Manmohan Singh : પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી... AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એડમિટ કરાયા, હાલત ગંભીર
Trending Photos
Ex PM Manmohan Singh : પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. મનમોહન સિંહે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે સાંજે બગડતી તબિયતના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના 14મા વડાપ્રધાન મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પિતા માનવામાં આવે છે. PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના નિધનથી દેશ દુઃખી છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક હતા. દેશની પ્રગતિમાં મનમોહન સિંહનું અતુલ્ય યોગદાન રહ્યું છે.
#WATCH | Former Prime Minister Manmohan Singh passed away at AIIMS Delhi at the age of 92
Glimpses from the life of Manmohan Singh including his meeting with former US Presidents George Bush and Barack Obama, oath ceremony and other events.
(Visuals via ANI Archive) pic.twitter.com/jeQKGXGqs9
— ANI (@ANI) December 26, 2024
મનમોહન સિંહે 22 મે 2004ના રોજ દેશની કમાન સંભાળી હતી. તેમણે વડાપ્રધાન તરીકે સતત બે કાર્યકાળ પૂર્ણ કર્યા. મનમોહન સિંહે કુલ 3,656 દિવસ શાસન કર્યું. તેમની ગણતરી કોંગ્રેસના એવા નેતાઓમાં થાય છે જેમને વિપક્ષ પણ માન આપે છે. શાંત સ્વભાવના મનમોહને બહુ માપી રીતે વાત કરતા હતા. આ માટે રાજકીય વિરોધીઓએ ઘણી વખત તેમની મજાક ઉડાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે