આ સદાબહાર ફળની ખેતીથી કરો લાખોની કમાણી, ગુજરાત સરકાર આપી રહી છે 75 ટકા સહાય
Agriculture News: ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ કૃષિલક્ષી યોજનાઓ પણ અમલી કરવામાં આવી છે. આવી જ એક યોજનામાં સરકાર 50 નહીં બલકે 75 ટકા સહાય આપશે.
Farmers of Gujarat: આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડ઼ૂતોને ખાલી ખેતરમાં જઈને મહેનત જ કરવાની છે, બાકી પૈસા સરકાર જ આપશે એમ કહો તો પણ ચાલે...જીહાં અમે આવું એટલાં માટે કહી રહ્યાં છીએ કારણકે, સરકારની આ યોજના અંતર્ગત ખેડૂતોને 75 ટકા સહાય આપવામાં આવશે.
ધીરે ધીરે હવે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ખાસ કરીને પરંપરાગત પાકોની ખેતીને છોડીને ફળ ફળાદિની એટલેકે, બાગાયત ખેતીમાં પણ તમે સારી એવી કમાણી કરી શકો છો. અનાજના ઉત્પાદન કરતા ફળ ફળાદિના ઉત્પાદનમાં પ્રમાણમાં મહેનત પણ ઓછી હોય છે અને કિંમત પણ વધુ મળે છે.
ત્યારે આવું જ એક ફળ જે જેની ખેતી માટે સરકાર આપી રહી છે ખેડૂતોને પૈસા. અહીં વાત થઈ રહી છે કેળાની. જીહાં કેળાની ખેતી માટે સરકાર આપી રહી છે પૈસા. જો તમે પણ આ ખેતી કરશો તો ખુબ જલ્દી માલામાલ થઈ જશો. કારણકે, ગુજરાત સરકાર કેળાના પાકમાં સરકાર આપી રહી છે 75 ટકા સહાય, લાખોમાં થશે કમાણી...
ખાસ કરીને કેળાની ખેતી પિયતવાળા વિસ્તારમાં વધુ થાય છે. કારણકે, કેળાની ખેતી કરવા માટે તમારે વધારે પાણીની જરૂર પડે છે. જેને પગલે સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને અમરેલી જિલ્લા ખાતે હાલ કેળાનું ભરપુર વાવેતર થઈ રહ્યું છે. કારણકે, આ વિસ્તારો પિયતવાળા છે. અહીં પાણીની પુરતી વ્યવસ્થા હોવાથી અહીં કેળાની ખેતી શક્ય બને છે. અને કેળાની ખેતી કરવા બદલ ગુજરાત સરકાર સામે ચાલીને ખેડૂતોને મોટી સહાય આપે છે.
વાત કરીએ અમરેલી જિલ્લાની તો એક સરવે મુજબ હાલ અહીંના 11 તાલુકામાં કેળની ખેતી થાય છે અને ખેડૂતો એક વિઘે 1 લાખથી 1.50 લાખ સુધીનું ઉત્પાદન મેળવે છે. કેળના પાકમાં સબસિડી યોજના હોવાથી ખેડૂતો લાભ મેળવે છે. બાગાયત વિભાગનાં જણાવ્યા મુજબ કેળના પાકમાં 55000 સબસીડી મળવા પાત્ર છે. અમરેલી જિલ્લામાં અનેક ખેડૂત કેળનું વાવેતર કરી સહાય મેળવે છે. આ સાથે જ કેળમાં ઉત્પાદન સારું મેળવે છે. એક વિઘામાં કેળમાં 9 મહિને 1 લાખથી 1.20 લાખ સુધી ઉત્પાદન મળી રહે છે.