Chinese Garlic is Banned in India : ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈનીઝ લસણ આવ્યાની ચર્ચાએ ગામ ગજવ્યુ હતું. દેશભરમાં ચાઈનીઝ લસણનો વિરોધ થયો હતો. ત્યારે હવે આ મામલે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. દેશભરમાં હોબાળો થયો એ લસણ ચાઈનીઝ ન હોવાનો ખુલાસો થયો છે. આ લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં ક્લીનચીટ મળી છે. તે ચાઈનીઝ લસણ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ માર્કેટ યાર્ડમાં મળેલા ચાઈનીઝ લસણમાં કોઈ વાયરસ કે ફંગસ ન હોવાનો ખુલાસો થયો છે. કંડલા રિસર્ચ સેન્ટરના પરીક્ષણમાં ખુલાસો થયો છે. ગોંડલ પોલીસ દ્વારા લસણને કંડલા મોકલવામાં આવ્યું હતું. જેથી હવે તેને પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલાશે. પુનાથી રિપોર્ટ આવ્યા બાદ લસણની સાચી માહિતી આવશે. લસણ ચાઈનીઝ છે કે ભારતીય રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.


સપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છે આગાહી


રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મુદ્દે હોબાળાનો મામલો હવે થાળે પડ્યો હોય તેવું લાગ્યું છે.  કંડલા રિસર્ચ સેન્ટરે તપાસ કરીને કહ્યું કે, આમાં fungus કે વાયરસ ન હતા. ગોંડલ પોલીસે લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. હવે લસણનો રિપોર્ટ પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવશે. પુનાથી રિપોર્ટ આવશે ત્યારે ખરેખર ખબર પડશે કે લસણ ચાઈનીઝ હતું કે પછી ભારતીય...


ગત તારીખ 5 ના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ચાઈનીઝ લસણ મુદ્દે વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગોંડલનો વિરોધ રાજ્ય વ્યાપી અને દેશવ્યાપી પહોંચ્યો હતો. દેશભરના લસણના વેપારીઓએ એક દિવસ હરાજી બંધ રાખી હતી.


કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાન