વિજય રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે

Vijay Rupani : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત... રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે રૂપાણીને બનાવાયા ચૂંટણી અધિકારી

વિજય રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે

Gujarat Politics : હાલમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠનની રચનાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક કરવામાં આવી છે. પરંતું આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપાવામા આવી છે. વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. 

આ ચૂંટણી અધિકારી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ પસંદગી કરશે. ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે.

રૂપાણી રાજસ્થાનના ચૂંટણી અધિકારી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. તેમને રાજસ્થાનના રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

Union Minister Bhupendra Yadav appointed election officer for Gujarat, Union Minister Shivraj Singh Chauhan for Karnataka, Union Minister Piyush Goyal for Uttar Pradesh, Union… pic.twitter.com/A1oMncqDuU

— ANI (@ANI) January 2, 2025

 

રૂપાણીને દિલ્હીની પણ જવાબદારી સોંપાઈ છે
 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવ્યા બાદ તેઓ લગભગ સાઈડલાઈન થઈ ગયા હતા. પરંતુ હવે વિજય રૂપાણી ફરી ભાજપમાં પિક્ચરમાં આવ્યા હતા. તાજેતરમાંજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી માટે ભૂતપૂર્વ CM વિજય રૂપાણીએ મોટી જવાબદારી નિભાવી હતી. તેમને ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાયા હતા. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યું છે. તેઓને ફરીથી ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી મળતા અપડેટ અનુસાર, ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ગુજરાત પેટર્નથી કમળ ખીલવવા માટે બૂથ લેવલથી કામ કરવાની જરૂર છે, જેના માટે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોંપાઈ છે.

મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે નિયમો
ગુજરાત પ્રદેશ ભાજપ મુખ્યાલય કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત ગુરુવારે એક બેઠક યોજાઈ હતી. જેમાં પ્રક્રિયા શરૂ કરવાના નિયમો અને રાજ્યના મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી માટેના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળ અને વર્તમાનમાં બે વખત ભાજપના સક્રિય સભ્ય રહી ચૂકેલી વ્યક્તિ જ તેના માટે દાવો કરી શકશે. અરજી સાથે સક્રિય સભ્ય નંબર અને સભ્યપદ કાર્ડ જોડવું આવશ્યક છે. મહાનગર ભાજપ પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકરો માટે મંડલ પ્રમુખ તરીકે અથવા જિલ્લા કે રાજ્યની ટીમ, મોરચા કે પ્રોજેક્ટમાં કામ કરવાનો અનુભવ હોવો ફરજિયાત બનાવાયો છે. આમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ સતત બે ટર્મથી મહાનગર પ્રમુખ રહી ચૂક્યા છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો દાવો રજૂ કરી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news