PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા બહુ જરૂરી એવા ખેડૂત રજિસ્ટ્રેશન પોર્ટલ અંગે નવા અપડેટ
Agristech Registration Technical Glitch Solve : ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી શરૂ થયું... પીએમ કિસાન યોજનાનો ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત... ટેકનિકલ કારણોસર રજીસ્ટ્રેશન ગયા અઠવાડિયે બંધ કરાયું હતું... હવે એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી દૂર થતા ખેડૂતોની નોંધણી પુનઃ શરુ કરાઈ
How to Register on Agritech Portal : ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે.
- અત્યાર સુધીમાં ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
- ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન તેમજ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશે
- ખેડૂતોને ખોટી એપ્લીકેશન, લીંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ
- પી. એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય
ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પી.એમ કિસાન યોજનાના લાભો મળવાપાત્ર થશે.
ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહી