ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહી

Cyclone Fengal Latest Update : ફેંગલ વાવાઝોડું ભયાનક રીતે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકવાનું છે. ફેંગલ વાવાઝોડું ત્રાટકે એ પહેલાં તમિલનાડુ અને પાંડીચેરીમાં રેડ એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે 7 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફિંકાશે. ત્યારે ગુજરાતના ખેડૂતો પર ફરીથી આકાશી આફત ત્રાટકશે. અંબાલાલ પટેલે ભરશિયાળે માવઠાની આગાહી આપી છે. 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. 

ભરશિયાળે માવઠાની આગાહી 

1/4
image

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.  

ફેંગલ વાવાઝોડું જલ્દી જ ત્રાટકશે

2/4
image

દેશના માથે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ફેંગલ વાવાઝોડું તમિલનાડુ તરફ આગળ વધી રહ્યુ છે. આજે પોંડીચેરી નજીક ફેંગલ વાવાઝોડું ત્રાટકી શકે છે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંગલ વાવાઝોડું ફુંકાશે. આજે તમિલનાડુના અનેક સ્થળોમાં વાવાઝોડાને પગલે ભારે વરસાદ આવશે. પોંડીચેરીના અમુક ભાગેમાં મૂશળધાર વરસાદની સંભાવના છે.  

અંબાલાલ પટેલની નવી આગાહી

3/4
image

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે. જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.  

ભયાનક ઠંડી પડશે

4/4
image

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થઈ જશે. દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. જોકે, ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે.