farmers, organic farming, gujarat news, agriculture news, income, ગુજરાતના ખેડૂત, ખેતીવાડી, તગડી કમાણી, પ્રાકૃતિક ખેતી
-

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-

-
"મિશ્ર નહીં પણ મિત્ર પાક" તરીકેનું અનોખું મોડલ થકી લાખોની કમાણી કરતા ખેડૂત
પ્રાકૃતિક ખેતીના આ સામૂહિક પ્રયાસમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જોડાયા
નાનકડા છાલડા ગામના શૈલેષભાઈએ 22 વીઘા જમીનમાં કરે છે પ્રાકૃતિક ખેતી
આંબાની સાથે પપૈયા વચ્ચેની જમીનમાં શાકભાજી જેવા રોકડીયા પાકનું કર્યું વાવેતર


Agriculture News: ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ.. પણ આ ખેત પદ્ધતિમાં નવીનતા લાવીને "મિશ્ર નહીં પણ મિત્ર પાક" તરીકેનું અનોખું મોડલ થકી લાખોની કમાણી કરી શકાય છે એવું સાબિત કર્યું છે જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત શ્રી શૈલેષભાઇએ... જૂનાગઢના વિસાવદર તાલુકાના નાનકડા છાલડા ગામનાં રહેવાસી એવા શ્રી શૈલેષભાઇ રાદડીયા પોતાની 22 વીઘાજમીનમાં કેવી રીતે પ્રાકૃતિક ખેતપધ્ધતિથી મિત્ર કીટક અને ફુગની સહાયથી મિશ્રપાક દ્વારા મેળવી રહ્યા છે..  આવો જાણીએ તેમના મુખે તેમની આ પ્રગતિની કહાણી...


જૂનાગઢના નાનકડા છાલડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ રાદડીયાએ જણાવ્યુંકે, હવે અમે એક પ્રાકૃતિક ખેતીનું મોડલ તૈયાર કર્યું છે કે, જેની અંદર બાગાયતમાં અમે આંબાનો ઉછેર કરેલો છે, બે આંબાની વચ્ચે પંદર ફૂટનું અંતર છે, બે આંબાની વચ્ચે પંદર ફૂટના અંતરમાં બેથી પાંચ ફૂટની દુરી પર પપૈયા વાવેલા છે, આંબા અને પપૈયાનું મિશ્ર મોડલ કરેલું છે, જેમાં નાઈટ્રોજન ફિક્સીંગ માટે ચોળીનું વાવેતર કર્યું છે, બેડ ઉપર ચોળી આવી જાય તો ચોળી દ્વારા નાઈટ્રોજન ફિક્સીંગ થાય અને તેમાંથી આવકમાં શાકભાજીમાં ચોળીની સિંગો લઈને વેચાણ કરી શકીએ તથા ઘર માટે પણ ઉપયોગમાં લઈએ. 


જૂનાગઢના નાનકડા છાલડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ રાદડીયાએ જણાવ્યુંકે, આંબાને તૈયાર થતા ત્રણ વર્ષ થાય, ત્રણ વર્ષ પછી અમને ઉત્પાદન આપતો થાય ત્યાં સુધી અમને પપૈયા ઉત્પાદન આપે એટલે અમારી જમીન એમના એમ પડી ના રહે અને ત્યાં સુધી પપૈયાનું ઉત્પાદન આવે. વચ્ચેની પંદર ફૂટની જગ્યા છે તેમાં કપાસનું વાવેતર કરવાના છીએ વચ્ચે ઘનજીવામૃત આપી હળદરનું વાવેતર કરીશું. શરુઆતમાં કપાસને ઓથની જરૂર હોય ત્યારે હળદર ઓથ આપે છે અને બીજું ભાદરવા મહિનામાં હળદરનો ગાંઠીયો બંધાવાની શરુઆત થાય ત્યારે બેય કપાસની લાઈન છાંયો કરે જે ભાદરવાના તડકા સામે રક્ષણ આપે છે. એટલે તે એકાબીજના મિત્ર પાક ગણાય.


જૂનાગઢના નાનકડા છાલડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ રાદડીયાએ વધુમાં જણાવ્યુંકે, આ સાથે જ કપાસની લાઈનમાં મરચું, વરીયાળી, અજમો, મકાઈ, સુરજમુખી અને ગલલોટા વાવીશું. જેથી કોઈ કિટક સુગંધની નહીં આવી શકે કોઈ તેના મુળ દ્વારા એકબીજાને આપશે. આમ, આ રીતે અમે મિશ્ર મોડલ તૈયાર કર્યું છે.