પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ; અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Pritish Nandy Died: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન થયું છે. અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં આ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર ફિલ્મ નિર્માતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
Trending Photos
Pritish Nandy Died: નવું વર્ષ શરૂ થતાં જ બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન થયું છે. તેમના પુત્ર કુશન નંદીએ જણાવ્યું હતું કે, તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. અભિનેતા અનુપમ ખેરે આ પ્રખ્યાત વ્યક્તિના નિધન પર સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેતાએ પ્રિતેશના માત્ર બે ફોટા જ શેર કર્યા એટલું જ નહીં અને એક ભાવુક પોસ્ટ પણ કરી. જ્યારે ફેન્સ અને સેલેબ્સ પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
નથીં રહ્યા જિગરી યાર
પ્રિતેશ નંદીના નિધન પર અનુપમ ખેર ભાવુક થયા છે. જૂના દિવસોને યાદ કરતા અભિનેતાએ લખ્યું કે, 'મારા નજીકના મિત્ર અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીના નિધનના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. મહાન કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને યુનીક એડિટર. આ મારા સપોર્ટ સિસ્ટમ હતા અને મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં મારી તાકાત રહ્યા હતા. તેમણે સામાન્ય માણસ વિશે ઘણી વાતો શેર કરી. તે ખૂબ જ નીડર વ્યક્તિ હતા. હંમેશા જીવનથી આગળ વિચારનારા વ્યક્તિ.
Deeply deeply saddened and shocked to know about the demise of one of my dearest and closest friends #PritishNandy! Amazing poet, writer, filmmaker and a brave and unique editor/journalist! He was my support system and a great source of strength in my initial days in Mumbai. We… pic.twitter.com/QYshTlFNd2
— Anupam Kher (@AnupamPKher) January 8, 2025
હું તમને ખૂબ યાદ કરીશ
અનુપમ ખેરે આગળ લખ્યું કે, 'મેં તેમની પાસેથી ઘણું શીખ્યું. જો કે, હું તેને લાંબા સમયથી મળ્યો ન હતો. પરંતુ એક સમય એવો હતો જ્યારે અમે હંમેશા સાથે રહેતા હતા. તેઓ મિત્રોના મિત્રની સાચી વ્યાખ્યા હતા. હું તમને મારા પ્રિય મિત્ર અને અમે સાથે વિતાવેલા સુંદર સમયને યાદ કરીશ. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. દિલ તૂટી ગયું.'
24 ફિલ્મો બનાવી
પ્રિતેશ નંદી બોલિવૂડનો જાણીતો ચહેરો હતો. 15 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા પ્રીતેશે દૂરદર્શન, Zee ટીવી અને સોની ટીવી પર 500 સમાચાર અને કરેન્ટ અફેયર્સના શો કર્યા. તેમણે 24 ફિલ્મો બનાવી. જેમાં 'ચમેલી', 'કુછ ખટ્ટી કુછ મીઠી', 'બોલિવૂડ કોલિંગ', 'કાંટે', 'ઝંકાર બીટ્સ', 'શબ્દ', 'આંખે', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' જેવી ફિલ્મોનું નિર્માણ થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે