ગુલાબી સોનાની ખેતી કરીને કરો કરોડોની કમાણી! જાણો કેમ વિદેશથી પાછા આવીને લોકો કરે છે આ ધંધો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં આ છોડની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ભારતમાં પણ તાજેતરના વર્ષોમાં આ છોડની ખેતી સતત વધી રહી છે. ખાસ કરીને કન્નોજ, હરદોઈ અને ઉન્ના જેવા જિલ્લાઓમાં ખેડૂતો આમાંથી ઘણી કમાણી કરી શકે છે.
નવી દિલ્લીઃ ધંધા રોજગારના ટ્રેન્ડ સમયાંતરે બદલાતા રહે છે. એક સમય એવો હતો કે લોકો ગ્રામીણ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારોમાં આવીને વસવાટ કરતા હતા અને રોજગારી મેળવતા હતાં. જોકે, હવે તેમાં થોડું પરિવર્તન આવ્યું છે. હવે એક વર્ગ એક તબક્કો એવો પણ છે જે શહેરી વિસ્તારોમાંથી ગ્રામણી વિસ્તારમાં રહેવા જવાનું પસંદ કરે છે. જે એસી અને સુખ સર્વિસ વાળી નોકરી છોડીને ખેતરમાં ખેતીવાડી કરવાનું પસંદ કરી રહ્યો છે. શહેરી વિસ્તારો અને વિદેશમાં રહીને કરોડો ડોલરો કમાતા ડોલરિયાઓ પણ હવે ખેતીવાડીના વ્યવસાય તરફ વળ્યા છે. આવા લોકો ભારત પરત આવીને અહીં ખેતીનો વ્યવસાય શરૂ કરે છે.
ખેતીવાડીમાં પણ અલગ અલગ પ્રકારે ખેતી કરવામાં આવે છે. બદલાતા સમયની સાથે ખેતીનો ટ્રેન્ડ પણ બદલાયો છે. ખેતી એક એવો વ્યવસાય છે જેમાં જો યોગ્ય રીતે અને માર્કેટની ડિમાન્ડ મુજબ ખેતી કરવામાં આવે તો તગડી કમાણી કરી શકાય છે. આવી જ એક ખેતી છે ગુલખેરાની.
ગુલાબી સોનાની ખેતીઃ
ગુલખેરા એક એવો છોડ છે જેના ફૂલો, પાંદડા, ડાળીઓ અને બીજ બધાનો ઉપયોગ ઔષધિઓ અને અલગ અલગ પ્રોડક્ટ માટે કરવામાં આવે છે અને તેથી તેની ખેતીમાં કંઈપણ વેડફતું નથી, બધું વેચાય છે. એટલું જ નહીં, તમે આ ખેતી અન્ય પાક સાથે પણ કરી શકો છો અને નફો બમણો કરી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુલખેરાની કિંમત લગભગ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે 1 બીઘા ખેતરમાં 5 ક્વિન્ટલ ગુલખેરાનું ઉત્પાદન સરળતાથી કરી શકાય છે. તે મુજબ એક બીઘા ખેતરમાંથી 50-60 હજાર રૂપિયા સરળતાથી મેળવી શકાય છે.
આ ખેતીમાં બીજો ફાયદો એ છે કે ગુલખેરા વાવ્યા પછી ખેતી માટે ફરીથી બજારમાંથી બીજ ખરીદવાની જરૂર નથી. જેના કારણે ખેતીનો ખર્ચ વધુ ઘટે છે. આ ખેતી દ્વારા તમે પ્રતિ કિલો ઘણી કમાણી કરી શકો છો અને તેનો ઉપયોગ દવા (ઔષધીય છોડની ખેતી)માં થતો હોવાથી તેની માંગ પણ સતત વધતી જાય છે. આજે ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય કંઈક નવું કરી રહ્યા છે. જેમાંથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.
ગુલખેરાની ખેતી ક્યાં થાય છે?
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં આ છોડની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ભારતમાં પણ તાજેતરના વર્ષોમાં આ છોડની ખેતી સતત વધી રહી છે. ખાસ કરીને કન્નોજ, હરદોઈ અને ઉન્ના જેવા જિલ્લાઓમાં ખેડૂતો આમાંથી ઘણી કમાણી કરી શકે છે.
ગુલખેરાની ખેતી સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે અને તેનો પાક એપ્રિલ મહિનામાં તૈયાર થાય છે. આ છોડના ફૂલો, પાંદડા અને ડાળીઓનો ઉપયોગ યુના દવા બનાવવા માટે થાય છે. આ દવાનો ઉપયોગ પુરુષ શક્તિ વધારવા માટે કુદરતી વાયગ્રા તરીકે થાય છે. આ સિવાય તાવ, ઉધરસ અને બીજી ઘણી બીમારીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ત્યારે જો તમે પણ ખેતીને લગતા બિઝનેસ આઈડિયા વિશે વિચારી રહ્યા હોવ તો તુરંત એના પર અમલ કરીને શરૂ કરી દો કામ. હજુ પણ ખેતીવાડીના વ્યવસાયમાં સારી એવી કમાણી કરવાની તક છે. જો તમે પણ તન-મન અને ધનથી સુખ હાંસલ કરવા માંગતા હોવ તો તમારે પણ ખેતીવાડીનો ધંધો કરવો જોઈએ. કારણકે, ખેતરમાં રહેવાથી, ગ્રામીણ વાતાવરણમાં રહેવાથી ખેતીવાડી કરવાથી તન એટલેકે શરીર તંદુરસ્ત રહે છે. મનને પણ આવા આહલાદક વાતાવરણમાં આરામ મળે છે. મન પ્રફૂલ્લિ રહે છે. જ્યારે તમે ખેતીવાડી કરીને સારી એવી કમાણી એટલેકે, ધનની પ્રાપ્તિ કરી શકો છો.