આ તસવીરો જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે! ખાડાના પાણીમાં ધોવાઈ શાકભાજી, પછી માર્કેટમાં વેચાઈ

Vadodara News : શું આપણે આવા શાકભાજી ખાઈએ છીએ? શુદ્ધ અને તાજા શાકભાજીનું આ છે સત્ય? દૂષિત પાણીમાં શુદ્ધ થાય છે શાકભાજી? લોકોના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે ચેડા? તગડો ભાવ આપીને પણ લોકો સાથે છેતરપિંડી? તાજાં શાકભાજી ખરીદતી ગૃહિણીઓ માટે વડોદરામાંથી સામે આવ્યાં ચોંકાવનારાં દ્રશ્યો. વડોદરામાં ગંદા પાણીમાં શાકભાજી ધોવાતાં હોવાનાં દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં થયાં કેદ. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યો છે ખિલવાડ.

1/6
image

શિયાળામાં શાકભાજી સસ્તા અને સારા મળે છે. જાતભાતની શાકભાજી શિયાળામાં મોટા પ્રમાણમાં માર્કેટમાં આવે છે. પરંતુ તમે જે શાકભાજી માર્કેટમાંથી ખરીદો છો તે શુદ્ધ હોય છે?, આ પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કે શુદ્ધ અને તાજા દેખાતા શાકભાજીનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ તમે ચોંકી જશો...ત્યારે શું છે તાજા શાકભાજીનું સત્ય?, શું સામે આવ્યો વીડિયો?...જુઓ આ અહેવાલમાં....

2/6
image

શિયાળામાં તમે શુદ્ધ અને તાજા શાકભાજીના નામે આ શાકભાજી ખાતા તો નથીને? કારણ કે લોકોને માર્કેટમાં જે ચોખ્ખા શાકભાજી દેખાય છે તે શાકભાજીને ચોખ્ખા કરવા માટે દૂષિત પાણીમાં ધોવાઈ રહ્યા છે. જે ગંદા પાણીમાં આપણે હાથ પણ ન ધોઈએ ત્યાં શાકભાજીને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. વિચારો કે ગટરના આ ગંદા પાણીથી કેવી રીતે શુદ્ધ શાકભાજી શુદ્ધ થતાં હશે?

3/6
image

માર્કેટમાં શાકભાજીના વેપારીઓ પોતાની ઈચ્છા મુજબના ભાવ લોકો પાસેથી લે છે. લોકો હોંશે હોંશે ભાવ પણ આપે છે. પરંતુ આ ભાવ તેઓ તાજા અને શુદ્ધ શાકભાજી માટે આપે છે. નહીં કે આવા ગટરના ગંદા પાણીથી ધોયેલા શાકભાજી માટે. આ વીડિયો વડોદરાથી સામે આવ્યો છે. 

4/6
image

વડોદરાના છાણી દુમાડના સીમ વિસ્તારમાં પાણીથી ભરેલા એક ખાડામાં શાકભાજીને ધોવાનો આ વીડિયો વાયરલ થતાં હાહાકાર મચી ગયો છે. જો કે શાકભાજી વેચનારા એવો દાવો કરી રહ્યા છે કે આ ગટરનું પાણી નથી. પરંતુ બોરવેલમાંથી છોડેલું પાણી છે. અને તંત્રને એવી સલાહ આપી રહ્યા છે કે તંત્રએ શાકભાજી ધોવા માટે ખેડૂતોને ખેતરમાં તળાવ બનાવી આપવા જોઈએ. 

5/6
image

ખેડૂતોનો દાવો છે કે તંત્રએ તળાવ બનાવી નથી આપ્યા જેના કારણે ખાડાના પાણીમાં શાકભાજી ધોવા ખેડૂતો મજબૂર છે. વેપારીઓને શાકભાજી ધોવા માટે તંત્રએ વ્યવસ્થા કરી આપવી જોઈએ.

ચોરી ઉપરથી શિના ચોરી...

6/6
image

આ કહેવતને કદાચ સાર્થક કરી રહ્યા છે વડોદરાના આ લોકો. જે સામાન્ય નાગરિકો તમને મોં માગ્યા ભાવ આપે છે. સારુ અને તાજુ શાકભાજી તમને મળી રહે તેની જવાબદારી તમારી છે. પરંતુ જો આ રીતે તમે જ અશુદ્ધ શાકભાજી લોકોને ખવરાવશો તો લોકોના આરોગ્યનું શું થશે? લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે જોવાનું કામ  તંત્રનું છે ત્યારે તંત્રએ જ આ મામલે ધ્યાન રાખવું પડશે.