Cotton Seed Farming : ગુજરાતના ખેડૂતો માટે કપાસની પાક એ મહત્વનો પાક કહેવાય છે. કપાસની ખેતી ગુજરાતની મુખ્ય ખેતી છે. ત્યારે કપાસના ખેડૂતોને ગલગલિયા કરાવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. કપાસના ટેકાના ભાવમા વધારો થતા બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે. ત્યારે કપાસના ખેડૂતોને આશા જાગી છે કે, આ કારણે તેઓને ઉંચા ભાવ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપાસની ખેતીમાં વધારો થયો 
સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર વધારો કરાતા હોતા કિંવાદાઠ આશરે રૂ.૧૫૦૦ની વૃદ્ધિ થઈ છે. ત્યારે કપાસના ટેકાના ભાવ વધારાતા હવે કપાસના ઉગવતા ખેડૂતોને સારી આવકની આશા જાગી છે, તેથી અન્ય ખેડૂતો પણ કપાસના ઉત્પાદન તરફ વળશે. જોકે કપાસની ખેતીનો બધો મદાર ચોમાસા પર છે. કપાસની ખેતી માટે ચોમાસાનો વરસાદ મહત્વનો ગણાય છે. તેથી ચોમાસું સારું જશે તો કપાસની ખેતી સારી જશે. 


કપાસનું ઉત્પાદન 
ગયા વર્ષે દેશવ્યાપી કપાસના વાવેતર હેઠળનો ૧૨૪થી ૧૨૫ લાખ હેકટર્સનો નોંધાયો હતો તથા એ દરમિયાન મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર ૪૨થી ૪૩ લાખ હેકટર્સમાં તથા ગુજરાતમાં ૨૬થી ૨૭ લાખ હેકટર્સમાં થયું હતું. દેશમાં હેકટરદીઠ કપાસની સરેરાશ પેદાશ- ઉપજ આશરે ૪૪૬થી ૪૪૭ કિલો આસપાસ રહી છે તે વધારી ૯૫૦થી ૧૦૦૦ કિલો સુધી લઈ જવામાં આવે તો ઘરઆંગણે રૂનું વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેમ છે. 


કપાસના ખેડૂતોને સરકારની નથી ગરજ : MSPથી પણ ઉંચા ભાવ, હજુ પણ બખ્ખાં કરાવશે


નવા બિયારણ પર ખેડૂતોની આશા
દેશમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર જો કે ઉંચો રહ્યો છે છતાં તેની સરખામણીએ રૂના ઉત્પાદનમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધી થતી નથી તથા આ માટે હેકટરદીઠ રૂની નીચી પેદાશ-ઉપજ જવાબદાર હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. નવા બિયારણો વિકસાવાય તો આ બાબતમાં ફેરફારો મેળવી શકાય તેમ છે. એવી ગણતરી બજારમાં બતાવાઈ રહી છે. કોટનના ઉત્પાનદમાં ચડઉતર થયા કરે છે. બીટી ટેકનોલોજી જૂની થઈ છે એ જોતાં હવે નવા ઉચ્ચ પ્રાપ્તી દરે આપતા બિયારણો વિકસાવવાની આવશ્યકતા વધી હોવાનું બજારના જાણકારો જણાવતા થયા છે. 


કપાસનો પાક એટલે ગુજરાતનો મુખ્ય પાક, ગુજરાતનો સૌથી મોટો પાક. ગુજરાતમાં ખરીફ સીઝનમાં 25 થી 26 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. કપાસની ખેતીમાં ગુજરાતનો ખેડૂતોનો 8 મહિના જેટલો સમય વીતી જાય છે. આવામાં હવે કપાસની ખેતી કરવાનો સમય આવી ગયો છે. પરંતું કપાસના બિયારણની ખરીદી સમયે ખેડૂતો સૌથી વધુ છેતરાતા હોય છે. જો બિયારણ ખરાબ નીકળે તો આખો પાક ખરાબ જાય. કપાસનો પાક ફેલ જાય તો ખેડૂતની 8 મહિનીની સીઝન ફેલ જાય. કપાસના પાક ફેલ જાયો તો ખેડૂતનું આખુ વર્ષ ફેલ જાય. તેથી ખેડૂતો બિયારણમાં ન છેતરાય તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા બિયારણ ખરીદવા માટેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 


જો જો છેતરાતા નહિ! કપાસના ખેડૂતો માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન, નહિ તો 8 મહિનાની મહેનત માથે પડશે