અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી ચોખ્ખે-ચોખ્ખી વાત
Amreli Letterkand : અમરેલીના લેટરકાંડના આરોપીની જામીન અરજી પર આજે સુનાવણી... ચારેય આરોપીની જામીન અરજી પર સુનાવણી થશે... ગઈકાલે પાટીદાર દીકરીની જામીન અરજી અને જેલમુક્ત થવા બાબતેની પ્રક્રિયાનો ચુકાદો હતો પેન્ડિંગ... આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયા હાથ ધરાશે
Trending Photos
Amreli News : અમરેલીમાં દિકરીનું સરઘસ કાઢવાનો મામલો હવે પાટીદાર સમાજમાં તૂલ પકડી રહ્યો છે. આ મામલામાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ ઝંપલાવ્યું છે. પદ્મિનીબા વાળાએ પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કરણી સેના પાટીદાર સમાજની સાથે
ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિની બા વાળાએ એક નિવેદનમાં કહ્યું કે, કુંવારી દિકરીનું સરઘસ કાઢીને સરકાર શું સાબિત કરવા માંગે છે. હિસ્ટ્રીશીટર આરોપીઓના સરઘસ પોલીસ કાઢતી નથી. કુંવારી દિકરીનું સરઘસ કાઢવાથી તેના ભવિષ્ય પર પણ હવે સવાલો ઊભા થયા છે. સરકારે આવા ગંભીર મુદ્દે ધ્યાન દેવું જોઈએ. ભવિષ્યમાં આવું ન બને તેની કાળજી રાખવી જોઈએ. કરણી સેના હાલ પાટીદાર સમાજની સાથે છે.
પાટીદાર સમાજ ક્યારેય પણ ભાજપને માફ નહીં કરે - લલિત વસોયા
અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસ બાબતે રાજકારણ ગરમાયું છે. ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. લલિત વસોયા કહ્યું કે, ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે ત્યારે પોલીસ અને ગૃહરાજ્ય મંત્રી મૌન છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ગુજરાતમાં બૂટલેગરો ખનિજ ચોરો અને રીઢા ગુનેગાર બેફામ બન્યા છે. અમરેલીના ધારાસભ્યને રાજી કરવા અને જશ ખાટવા અમરેલી પોલીસે પાટીદાર સમાજની યુવતીનું રિંકન્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું. ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી ડામવાને બદલે યુવતીઓનું સરઘસ કાઢી અને પોલીસ અને ગૃહરાજ્ય મંત્રી ધન્યતા અનુભવી રહ્યા છે. પાટીદાર યુવતીનું પોલીસ દ્વારા કાઢેલ સરઘસને લઈને ગુજરાત પરના પાટીદારોમાં રોષ છે. પાટીદાર સમાજ ક્યારેય પણ ભાજપને માફ નહીં કરે.
ભવિષ્યમાં કોઈ દીકરીનો વરઘોડો સરઘસ ન કાઢવામાં આવે - આપ
લેટરકાંડ બાદ આમ આદમી પાર્ટી નું પ્રતિનિધિ મંડળ SP કચેરીમાં પહોંચ્યું છે. આપ નેતા ગોપાલ ઈટાલીયા, રાજુ કરપડા સહીત નેતાઓ કાર્યકરો સાથે પોંહચી ગયા છે. જેમાં પાટીદાર દીકરી, આહીર સમાજ, કાઠી સમાજમાં બનેલા બનાવને લઈ અગાવની રજૂઆતો કરાઈ. દારૂ સહીત ગેરકાયદેસર પ્રવૃતિઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે આપ નેતાઓ દ્વારા સવાલો ઉઠાવ્યા. જિલ્લા પોલીસ વડાને વિવિધ બાબતે આવેદન પત્ર આપી રજૂઆતો કરાઈ. ભવિષ્યમાં કોઈ દીકરીનો વરઘોડો સરઘસ ન કાઢવામાં આવે તેવી રજૂઆતો પણ કરાઈ.
અમરેલી લેટરકાંડ મુદ્દે સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ. જેમાં પાટીદાર દીકરીની જામીન અરજી સાંભળવામાં આવી. દીકરી પક્ષના વકીલે દીકરી પક્ષે દલીલો કરી. નામદાર કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મુકવામાં આવ્યા. હવે બપોર બાદ જામીન મળશે કે નહિં તેના પર નજર છે. ખોડલ ધામ ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, ગોપાલ ઈટાલીયા સહીત નેતાઓ કોર્ટ પટાંગણમાં હાજર જોવા મળ્યાં.
શું છે મામલો
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાયું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલામાં પાટીદાર સમાજમાં રાજકારણ ગરમાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે