ગુજરાતના ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરું!
Farming of Cumin Seed: ગુજરાતમાં રવી સિઝનમાં જીરુંનો પાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે. જીરું એ બહુ જ સંવેદનશીલ પાક ગણાય છે. આ પાક ઘરે આવ્યો તો જ ખેડૂતને ફાયદો થાય છે નહીં તો નુક્સાની થવાની સૌથી વધારે સંભાવના આ પાકમાં હોય છે. આ સ્થિતિની વચ્ચે ચીનથી ગુજરાત માટે આવ્યાં છે એક ગુડ ન્યૂઝ. જાણો વિગતવાર...
Farming of Cumin Seed: જીરું હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે. એવા અહેવાલો છે કે ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને 40 ટકા જેટલું નુક્સાન થયું છે. જેને પગલે ભારતમાંથી માગ વધે તેવી પૂરી સંભાવના છે. એકલા ભારતની વાત કરીએ તો 45 થી 55 લાખ બોરી જીરુંની જરૂરિયાત છે. જોકે આ વર્ષે 35 થી 45 લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે. જેના કારણે જીરુંના ભાવમાં તેજીનો દૌર રહ્યો ન હતો.
AU એમિકલ્ચર ઈ કોનોમિક્સ ડીપાર્ટમેન્ટે પણ જીરુમાં ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઘણું ઊંચું રહેવાની સંભાવનાએ આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી હોવાનું કહીને ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરવાના બદલે તેને વેચી દેવા અભિપ્રાય આપ્યો હતો. જોકે, હવે સ્થિતિ બદલાઈ શકે છે. ચીનમાં ભારે વરસાદને કારણે પાકને નુક્સાન થયું છે. જીરું ના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. આ વર્ષે ઉત્પાદનમાં વધારો થયો છે. ખેડૂતોને ઓછા મળેલા ભાવને પગલે ખેડૂતોમાં ભારે નારાજગી છે પણ હવે ભાવમાં સુધારો થઈ શકે છે.
ગુજરાતમાં રવી સિઝનમાં જીરુંનો પાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે. જીરું એ બહુ જ સંવેદનશીલ પાક ગણાય છે. આ પાક ઘરે આવ્યો તો જ ખેડૂતને ફાયદો થાય છે નહીં તો નુક્સાની થવાની સૌથી વધારે સંભાવના આ પાકમાં હોય છે. JAUના રીપોર્ટ મુજબ ગુજરાતમાં જીરાનું ઉત્પાદન ગત વર્ષના ૨.૧૪ લાખ ટનની તુલનાએ આ વર્ષે ૪ લાખ ટન થવાનો અંદાજ હતો. પુરવઠો ઓછો હોવાથી અને સારી નિકાસ માગના પગલે જીરાના ભાવ મે ૨૦૨૩માં મણદીઠ રૂ. ૮,૪૦૦ થયા હતા, જે ઓગસ્ટ- સપ્ટેમ્બર સુધીમાં વધીને રૂ. ૧૧,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા. જોકે, આયાત અને સારા વાવેતર તેમજ પાકના ઊંચા અંદાજના કારણે જાન્યુઆરીમાં જીરું રૂ. ૫,૬૦૦ થયા હતા. ભાવ 6500 સુધી પણ પહોંચ્યા હતા. જોકે, હવે ભાવમાં થોડો સુધારો થવાની સંભાવના છે.
“આ વર્ષે જીરુંના ઊંચા વાવેતર વિસ્તારને કારણે ઊંચું ઉત્પાદન થયું છે. ગુજરાતમાં 2023-24ની રવિ સિઝનમાં જીરુંનો વાવેતર વિસ્તાર વધીને 5.61 લાખ હેક્ટર (LH) થયો છે – જે સૌથી વધુ છે. રાજ્યના ઇતિહાસમાં અને છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની સરેરાશ 3.50 લાખની સરખામણીમાં 160 ટકા વધારે થયું હતું. ગુજરાતમાં 2022-23 માં જીરુંનો વિસ્તાર વાર્ષિક માત્ર 2.75 લાખ હતો. રાજસ્થાન પછી ગુજરાત ભારતમાં જીરુંનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે. જૂન-જુલાઈમાં આશરે રૂ. 65,000 પ્રતિ ક્વિન્ટલની ટોચે પહોંચ્યા પછી, ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝાની કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC) ખાતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જીરુંના ભાવમાં ઘટાડો શરૂ થયો હતો.
કેરી-ફોરવર્ડ સ્ટોક નજીવો છે અને ખેડૂતો જ તાજા સ્ટોક ધરાવતા ખેલાડીઓ છે. પરંતુ તો, ગુજરાત અને રાજસ્થાનના સંયુક્ત જીરુંના વાવેતર વિસ્તારને કારણે આપણા પાકનું કદ મોટું છે, જે ગયા વર્ષે માત્ર 8 લાખ હેક્ટરથી વધીને 12.5 લાખ હેક્ટર થઈ ગયું છે.” આ દરમિયાન ખેડૂતોનું કહેવું છે કે, આ વર્ષે ખેતીનો ખર્ચ વધી ગયો છે. “ડિસેમ્બર-જાન્યુઆરીમાં એફિડ દ્વારા હુમલો થયો હતો અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ફંગલ રોગ થયો હતો. આનો અર્થ એ થયો કે, અમારે વધુ જંતુનાશકોનો છંટકાવ કરવો પડ્યો, જેના કારણે ખેતીનો સરેરાશ ખર્ચ રૂ. 60,000 પ્રતિ હેક્ટર થયો, જ્યારે ઉપજમાં નજીવો ઘટાડો થયો હતો.
હાલમાં ચીનમાં આ વર્ષે એક લાખ ટન જીરાનો પાક આવશે તેવા અંદાજો હતા પરંતુ તાજેતરમાં ભારે ઘોડાપુર વરસાદને કારણે પાકને ભારે નુકસાન થતા કુદરતી પ્રકોપને કારણે જીરાનું ચીનમાં ૪૦ ટકા ઉપરાંત ઉત્પાદન ઓછું થાય તેવા અહેવાલો છે. જેના કારણે ચીન તરફથી આગામી સમયમાં જીરાની લેવાલી નીકળે તેવા સંજોગો ઉભા થયા છે. વૈશ્વિક સ્તરે ભારતીય જીરૂ વધુ સસ્તુ હોવાથી ચીન ઉપરાંત ઇરાન, સંયુક્ત આરબ અમીરાત તથા બાંગ્લાદેશ જેવા દેશોની જીરાની માંગ મજબુત રહેશે તેવી ગણત્રી છે. ચીનના સત્તાવાળાઓએ ભારતીય જીરાની ખરીદી શરૂ કરી હોવા સંદર્ભે ૧૦૦ કન્ટેનર જેટલો માલ ઉપાડયો હોવાનો અંદાજ છે. તુર્કી તથા સીરીયામાંથી જીરાનો નવો માલ બજારમાં આવતા હજુ પંદરેક દિવસોની વાર લાગ તેવી સ્થિતિ છે.
આ ઉપરાંત વરીયાળીમાં ચાલુ સીઝને રેકોર્ડ ઉત્પાદન થતાં ત્રણ ગણા ભાવો તૂટી ગયા છે હાલમાં ૬૫૦૦થી ૮૦૦૦ની રેન્જમાં પ્રતિ ક્વિન્ટલે ચાલી રહેલી બજાર અને આગામી દિવસોમાં ઘરાકી નીકળવાની અપેક્ષાએ તેજી થાય તેવી વકી છે. ગત વર્ષે વરીયાળીની નિકાસ પણ વધીને અંદાજે ૪૦,૦૦૦ ટનની આસપાસ થઈ હોવાનો અંદાજ છે. આમ ગુજરાતમાં જે ખેડૂતો પાસે જીરું અને વરિયાળીનો માલ છે તેમને બખ્ખાં થઈ જવાની પૂરી સંભાવના છે.