Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ તમે મીઠો લીમડો વાવી શકો છો. ઘરમાં લીમડો વાવી લેવાથી જ્યારે જરૂર પડે ત્યારે તમે ફ્રેશ પાન તોડીને ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ રસોડાના ગાર્ડનમાં મીઠો લીમડો ઉગાડવો હોય તો શું કરવું ?
Kitchen Garden: મીઠો લીમડો ભારતીય ભોજનનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે. કેટલીક વાનગીઓ એવી હોય છે જેમાં મીઠા લીમડાનો વઘાર ન હોય તો તેમાં સ્વાદ આવતો નથી. તો વળી કેટલાક લોકો એવા હોય છે જેમને મીઠા લીમડાનો સ્વાદ ખૂબ જ ગમે છે તેથી તેઓ દરેક વાનગીમાં મીઠો લીમડો ઉમેરવા માંગે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે મીઠો લીમડો ઘરમાં હાજર ન હોય.
આ પણ વાંચો: Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે
આ તકલીફથી બચવું હોય તો ઘરે નાનકડા કુંડામાં પણ તમે મીઠો લીમડો વાવી શકો છો. ઘરમાં લીમડો વાવી લેવાથી જ્યારે જરૂર પડે ત્યારે તમે ફ્રેશ પાન તોડીને ઉપયોગમાં લઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ રસોડાના ગાર્ડનમાં મીઠો લીમડો ઉગાડવો હોય તો શું કરવું ?
આ રીતે માટી કરો તૈયાર
મીઠા લીમડા માટે રેતાળ દોમટ માટેની જરૂર પડે છે. આ માટીને ઘરે પણ બનાવી શકાય છે તેના માટે કાળી માટી છાણનું ખાતર અને રેતીને સમાન માત્રામાં સારી રીતે મિક્સ કરી લો. માટી અને ખાતરને એકદમ બારીક કરી લેવા જેથી તેમાંથી પાણી સરળતાથી નીકળી શકે.
આ પણ વાંચો: દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે
લીમડો વાવવા માટે કુંડુ
મીઠો લીમડો વાવવો હોય તો કુંડું એવું પસંદ કરો કે જેમાં મૂળ માટે પૂરતી જગ્યા હોય. શરૂઆતમાં તમે આઠથી દસ ઇંચના કુંડાથી કામ ચલાવી શકો છો. જ્યારે છોડ મોટો થઈ ત્યારે તેને મોટા કુંડામાં બદલી દેવો.
લીમડો વાવવા માટે લીમડાના બી અથવા તો તેનો છોડ માટીમાં વાવી શકાય છે. જો તમે મીઠા લીમડાના છોડને વાવવા માંગો છો તો ચારથી પાંચ ઇંચ નો છોડ લેવો અને તેના પત્તાને નીચેથી હટાવી દેવા. ત્યાર પછી તેના મૂળને એક થી બે કલાક માટે પાણીમાં પલાળી રાખવા. ત્યાર પછી તૈયાર કરેલી માટીમાં આ છોડ લગાવી દેવો અને થોડું પાણી છાંટવું.
આ પણ વાંચો: Makar Sankranti 2025: પરફેક્ટ માપની સાથે મકરસંક્રાંતિ પર બનાવો 7 ધાનનો ખીચડો
શરૂઆતમાં છોડમાં વધારે પાણી ન નાખવું. માટી જ્યારે સુકાઈ જાય ત્યારે જ પાણી નાખવું. ગરમી પડવાની શરૂઆત થાય ત્યારે છોડને પૂરતા પ્રમાણમાં પાણી દેવું. લીમડાનો છોડ એવી જગ્યાએ રાખવો જે દિવસમાં છ કલાક સૂર્યનો પ્રકાશ આવતો હોય. છોડ ધીરે ધીરે મોટો થવા લાગે એટલે થોડા થોડા સમયે તેમાં ખાતર ઉમેરવું. અને જ્યારે જરૂર જણાય ત્યારે તેના વધારાની ડાળીઓ કાપતા રહેવું.