Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે, વજન સાથે શરીરમાં વધે બીમારીઓ
Weight Gain Habits: વજન વધવા પાછળ ઘણીવાર લોકોની ખોટી આદતો જવાબદાર હોય છે. ખાસ કરીને રાતના સમયે જમ્યા પછી 3 કામ કરનારા લોકોનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે છે. આ કામ તમે પણ કરતા હોય તો આજથી જ આદત સુધારી લેજો.
Trending Photos
Weight Gain Habits: ઓબેસિટી એટલે કે વધારે વજન આજે ગ્લોબલ હેલ્થ પ્રોબ્લેમ બની ચૂકી છે. દુનિયાભરમાં એવા કરોડો લોકો હશે જેવો ઝડપથી વધતા વજનથી પરેશાન હોય છે. વજનમાં વધારો થવો એ લાઇફસ્ટાઇલ સંબંધિત સમસ્યા પણ હોઈ શકે છે. વજન વધી જાય પછી હાર્ટ, કિડની અને પગની તકલીફો પણ થઈ શકે છે.
વજન વધે તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે જેમાં મોટાભાગે ખરાબ ડાયટ અને એક્સરસાઇઝ ન કરવાની આદત જવાબદાર હોય છે.. આ સિવાય રાત્રે જમ્યા પછી કેટલીક ભૂલ કરવાથી પણ વજન ઝડપથી વધી શકે છે. ઘણા લોકો આ ભૂલ રોજ કરે છે જેના કારણે શરીરનું વજન ધીરે ધીરે વધતું જાય છે અને પેટ બહાર નીકળવા લાગે છે. આજે તમને આવી કેટલીક ભૂલ વિશે જણાવીએ જે વજન વધવા પાછળનું કારણ બને છે.
જમ્યા પછી સુઈ જવું
આખા દિવસનો થાક અને સ્ટ્રેસ એટલો બધો હોય છે કે મોટાભાગના લોકો રાત્રે જમ્યા પછી તુરંત જ બેડ પર આડા પડી જાય છે. આ સમયે એવો હોય છે જ્યારે ઊંઘ નથી આવતી પરંતુ તેમ છતાં લોકો આરામ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી તુરંત સુઈ જવું શરીર માટે નુકસાનકારક છે. તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને નુકસાન થાય છે અને શરીરનું વજન ઝડપથી વધે છે.
રાત્રે જમ્યા પછી વોક ન કરવી
રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછા 100 ડગલા ચાલવા જોઈએ. આમ કરવાથી ડાયજેશન વધે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે રાત્રે જમ્યા પછી 100 ડગલા જેટલું ચાલવું જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ પર કંટ્રોલમાં રહે છે. જો જમ્યા પછી વોક કરવામાં ન આવે તો વજન ઝડપથી વધે છે.
જમ્યા પછી ચા કે કોફી પીવી
ઘણા લોકોને આદત હોય છે કે ભરપેટ જમ્યા પછી મીઠી ચા કે કોફી પીવે છે. રાત્રે સુતા પહેલા ખાંડવાળી ચા કે કોફી પીવાની આદત બ્લડ સુગર લેવલને વધારે છે અને સાથે જ બેલીફેટ પણ વધારે છે.
જો તમે પણ રાત્રે આ ભૂલ કરી રહ્યા છો તો આજથી જ તમારી આદત સુધારો. જો તમે આ ભૂલ કરવાનું બંધ કરી દેશો તો થોડા જ દિવસમાં અનુભવશો કે તમારા વજનમાં થતો વધારો અટકી ગયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે