Agriculture: બજારમાં બૂમ પડાવી રહ્યાં છે બટાકા! ખેડૂતોને ત્યાં આવ્યો રૂડો અવસર!
Agriculture News: એક સમયે રોડ પર બટાકા ફેંકનાર ખેડૂતો આજે રાજીના રેડ, ત્રણ ઘણો થઈ ગયો બટાકાનો ભાવ. છેલ્લાં 10 વર્ષમાં હાલ સૌથી વધુ કમાણી કરાવી રહ્યો છે બટાકાનો ભાવ. બટાકા પકવતા ખેડૂતોએ લીધો રાજીના રેડ.
Potato Farming, Agriculture News/ઝી બ્યૂરો, અમદાવાદઃ અત્યાર સુધી તમે ડુંગળીના ભાવ વધ્યા એવું સાંભળતા આવ્યાં છો પણ હવે વારો છે બટાકાનો. એમાંય અત્યાર સુધી બટાકાની ખેતી કરતા ખેડૂતોને કંઈ ખાસ મળતું નહોંતું. પણ આ વખતે બાજી બદલાઈ ગઈ છે. બટાકા પકવતા ખેડૂતો હાલ રાજીના રેડ થઈ ગયા છે. એમ કહો તો પણ ચાલે કે હાલ બટાકા માર્કેટમાં રીતસર બૂમ પડાવી રહ્યાં છે. બટાકાની ખેતી કરતા ખેડૂતોના ત્યાં જાણે અવસર આવ્યો છે.
ખેડૂતોને મળી રહ્યો છે ખુબ સારો ભાવઃ
દેશભરમાં બટાકાના હબ બનેલા ડીસામાં 65,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાનું ઉત્પાદન 15 ટકા જેટલું ઓછું થયું છે, પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. સતત નવેક વર્ષથી બટાકા કાઢવાની સીઝનમાં જ બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે. જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવા પડે તેવી સ્થિતિ હોય છે. જ્યારે અનેક વખત બટાકાના ભાવ તળિયે જતાં ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે બટાકામાં સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, એક સમયે વર્ષ 2011માં અગાઉ બટાકામાં ભયંકર મંદી હોવાના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા. જ્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સ્ટોર કરેલા બટાકા રોડ પર ફેંકવાનો વારો આવ્યો હતો. જ્યારે આ વખતે કમોસમી વરસાદના કારણે બટાકાનું ઉત્પાદન ઘટ્યું. ઉત્પાદન ઘટતા બજારમાં બટાકાની માંગ વધી રહી હતી. એટલે સીધો નિયમ છે વસ્તુ ઓછી હોય અને માર્કેટમાં માંગ વધારે હોય તો એનો ભાવ વધવાનો જ છે. એજ નિયમ બટાકાના વધતા ભાવમાં પણ લાગુ પડે છે.
10 વર્ષની ઊંચાઈ પહોંચ્યા બટાકાના ભાવઃ
ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે, બટાકા પકવતા ખેડૂતોને કંઈ ખાસ ભાવ મળતા નહોંતા. ઘણાં ખેડૂતોની સ્થિતિ તો એટલી કફોડી બની જતી હતી કે તેઓ કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો બટાકાનો માલ છોડાવી પણ નહોંતા શકતાં. કારણકે. જેટલું કોલ્ડ સ્ટોરેજનું ભાડું હોય એના કરતા પણ ઓછો ભાવ ખેડૂતોને મળતો હતો. જેને કારણે ઘણાં ખેડૂતો એકદમ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જોકે. આ વખતે સ્થિતિ એકદમથી બદલાઈ ગઈ છે. છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ ઉંચાઈ પહોંચ્યો છે બટાકાનો ભાવ.
100ના બદલે 250થી 300 રૂપિયે મણ પહોંચ્યો ભાવઃ
અત્યાર સુધી બટાકાનો ભાવ 100 રૂપિયે મણની આસપાસ રહેતો હતો. ક્યારેક એ ભાવ વધીને 150 જેટલો તો ક્યારેક ઘટીને 90 રૂપિયા પણ થયેલો છે. જોકે, આ વખતે ભાવમાં જબરદસ્ત ઉઠાળો આવ્યો છે. જેને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. આ વખતે 100ના બદલે 250થી 300 રૂપિયે મણ પહોંચ્યો છે બટાકાનો ભાવ.
કેમ વધ્યા બટાકાના ભાવ?
ગત વર્ષે બટાકાના ભાવ 100 રૂપિયા પ્રતિ મણ હતા. જ્યારે હાલમાં ડીસા પંથકમાં ખેતરોમાંથી બટાકા 250થી લઈને 300 રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે. જેથી કેટલાક ખેડૂતો હજુ ભાવમાં વધારાની આશાએ માલ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રહ્યા છે. વાવેતર વધુ હોવા છતાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ઉત્પાદન ઓછું થયું હતું. આમ ઉત્પાદન ઓછું થવાના કારણે બટાકાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભાવમાં તેજીથી ખેડૂતો હરખાઈ રહ્યા છે.
આસમાને પહોંચ્યા બટાકાના ભાવઃ
ડીસામાં 13 વર્ષ અગાઉ જે બટાટા રોડ પર ફેંકવામાં આવ્યા હતા, તે જ બટાટાનો ભાવ હવે આસમાને પહોંચતા ખેડૂતોના ચેહરા પર ખુશી છલકાઈ રહી છે. દસ વર્ષ બાદ સીઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બટાકાના ભાવ 100ના બદલે 250થી 300 રૂપિયે મણ થયા છે. આ અંગે ખેડૂતોએ કહેવું છે કે 'ઉત્પાદન ઓછું થતાં ભાવમાં વધારો થયો છે. હજુ ભાવમાં વધારાની આશાએ ખેડૂતો માલ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રહ્યા છે.