Sandalwood Farming Cost and Profit: ચંદનની ખરીદી અને વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે. ચંદનની ખેતી કરીને ખેડૂત કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. તેની ખેતીની વિશેષતા એ છે કે તેને તમે આખા ખેતરમાં પણ લગાવી શકો છો. અને ઈચ્છો તો કિનારે-કિનારે લગાવીને અંદર ખેતરમાં બીજું કામ પણ કરી શકો છો. જાણકાર બતાવે છે કે ચંદનના એક વૃક્ષમાંથી ખેડૂત 5થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. કોઈપણ ખેડૂત જો એક એકરમાં ચંદનની ખેતી કરવા ઈચ્છે છે તો એક એકરમાં લગભગ 600 છોડ લગાવી શકે છે. એવામાં જો તમે 600 છોડમાંથી બનેલા ઝાડની કમાણીની વાત કરો તો 12 વર્ષમાં લગભગ 30 કરોડ રૂપિયા થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મનગમતી મહિલાને પ્રેગનન્ટ કરી કરો લાખોની કમાણી! વિદેશ નહીં, આપણાં ત્યાંનો જ છે કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ  આ 7 સ્થળ છે ગુજરાતમાં સૌથી યુનિક અને બજેટ ફ્રેન્ડલી! ઠંડી જતા પહેલાં જરૂર જજો
આ પણ ખાસ વાંચોઃ  શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?


ચંદનની ખેતીમાં કઈ વાતનું ધ્યાન રાખશો:
ચંદનના છોડને વધારે પાણીની જરૂર હોતી નથી. એવામાં તેને લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેને નીચેના વિસ્તારમાં ન લગાઓ. ચંદનના છોડની સાથે હોસ્ટનો છોડ લગાવવો જરૂરી હોય છે. કેમ કે તે પરજીવી છોડ છે જે એકલો સર્વાઈવ કરી શકતો નથી. ચંદનના ગ્રોથ માટે હોસ્ટનું હોવું જરૂરી છે. હવે સવાલ એ થાય કે હોસ્ટના છોડનું હોવું કેમ જરૂરી છે. તો તેનો જવાબ છે હોસ્ટના છોડના મૂળિયા ચંદનના મૂળિયાને મળે છે. અને ત્યારે ચંદનનો વિકાસ ઝડપથી થાય છે. ખેડૂત હોસ્ટના છોડને ચંદનના છોડથી 4થી 5 ફૂટના અંતરે લગાવી શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
આ પણ ખાસ વાંચોઃ  શિક્ષકો માટે મહત્ત્વની પરીક્ષા, આ કસોટી સંખ્યાબંધ શિક્ષકોના ભાવિનો કરશે ફેંસલો
આ પણ ખાસ વાંચોઃ  કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો


ક્યારે લગાવી શકો છો ચંદનનું ઝાડ:
ચંદનનું ઝાડ તમે ગમે ત્યારે લગાવી શકો છો. પરંતુ છોડ લગાવતાં સમયે એ વાતનું ધ્યાન રાખો કે તે છોડ 2થી અઢી વર્ષનો હોય. તેનાથી ફાયદો એ થશે કે તેને તમે કોઈપણ સિઝનમાં લગાવી શકો છો. તે ખરાબ નહીં થાય. ચંદનના છોડને લગાવ્યા પછી તેની આજુબાજુ સાફ-સફાઈનું ખાય ધ્યાન રાખવું પડે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે તેના મૂળિયાની આજુબાજુ પાણી ન ભરાય. આથી તેને નીચાણવાળા વિસ્તારમાં લગાવવાથી દૂર રહેવું જોઈએ. વરસાદની સિઝનમાં પાણી ન ભરાય તે માટે તેને થોડી ઉંચાણવાળી જગ્યા પર વાવો. ચંદનના છોડને અઠવાડિયામાં 2થી 3 લીટર પાણીની જરૂર પડે છે. જાણકારોના મતે ચંદનના છોડને વધારે પાણીથી બીમારી થાય છે. એવામાં જો ખેડૂત તેને પાણીથી બચાવી લે તો તેમાં કોઈ બીમારી લાગશે નહીં.


કેટલાનો છોડ:
ચંદનના વૃક્ષ ખેડૂતોને 100 રૂપિયાથી 130 રૂપિયામાં મળી જશે. તે ઉપરાંત તેની સાથે લાગનારા હોસ્ટના છોડની કિંમત લગભગ 50થી 60 રૂપિયા થાય છે.


સૌથી મોંઘુ લાકડું:
ચંદનના લાકડાંને સૌથી મોઘું લાકડું માનવામાં આવે છે. તેની બજાર કિંમત 26,000થી 30,000 રૂપિયા પ્રતિ કિલો છે. એક વૃક્ષથી ખેડૂતને 15થી 20 કિલો લાકડું આરામથી મળી જાય છે. એવામાં તેને એક વૃક્ષથી 5થી 6 લાખ રૂપિયા સુધી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વર્તમાનમાં ચંદનની ખરીદી-વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  છાટાંપાણીવાળા મોજમાં! ગિફ્ટ સિટી બાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગુજરાત સરકારે આપી મોટી છૂટ
આ પણ ખાસ વાંચોઃ  જરા દૂરથી આવ્યા છો તો જમીને જ જજો! ગુજરાતના આ મંત્રી પાસેથી શીખો, નવો ચીલો ચાતર્યો
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ નેતાને 100 કરોડ અને મંત્રી પદની ઓફર થયાનો દાવો, શું વાત સાચી છે?


ક્યાં-ક્યાં થાય છે ચંદનનો ઉપયોગ:
1. ચંદનનો ઉપયોગ સૌથી વધારે પરફ્યૂમમાં કરવામાં આવે છે.
2. આયુર્વેદમાં ચંદનનો વધારે ઉપયોગ થાય છે.
3. તેને લિક્વિડ પદાર્થના રૂપમાં તૈયાર કરવામાં આવે છે.
4. તે ઉપરાંત બ્યૂટી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઉપયોગ થાય છે.


કેવી રીતે તૈયાર થાય છે ચંદનનું વૃક્ષ:
ચંદનના વૃક્ષને શરૂઆતના 8 વર્ષ સુધી કોઈ બહારની સુરક્ષાની જરૂરિયાત હોતી નથી. કેમ કે તે સમય સુધી તેમાં ખુશબૂ હોતી નથી. જ્યારે વૃક્ષ પાકવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે તેમાં ખુશબૂ આવવાની શરૂઆત થાય છે. આ દરમિયાન તેને સુરક્ષાની જરૂર રહે છે. ખેડૂત ભાઈ તેને અન્ય પશુઓથી બચાવવા માટે ખેતીની ઘેરાબંધી જરૂર કરી લે.


કેટલાં પ્રકારના હોય છે ચંદન:
ચંદનના બે પ્રકાર હોય છે. એક સફેદ ચંદન અને બીજું લાલ ચંદન. ઉત્તર ભારતમાં સફેદ ચંદનની ખેતી સૌથી વધારે થાય છે. કેમ કે તેમાં 7.5 પીએચવાળી માટીની જરૂરિયાત રહે છે. જ્યારે લાલ ચંદન માટે 4.5થી 6.5 પીએચવાળી માટીની જરૂર રહે છે. આ જ કારણ છે કે લાલ ચંદનની ખેતી દક્ષિણ ભારતમાં કરવામાં આવે છે. ચંદનના વૃક્ષ રેત અને બરફના વિસ્તારમાં ઉગાડી શકાતા નથી.


આ પણ ખાસ વાંચોઃ  છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ
આ પણ ખાસ વાંચોઃ  મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા
આ પણ ખાસ વાંચોઃ  દવાઓની દુનિયાના 'અંબાણી' બનશે આ પાટીદાર! પટેલે ચારે બાજુ વગાડ્યો ગુજરાતનો ડંકો