છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ
ગાંધીના ગુજરાતમાં કાયદાની રૂહે દારુબંધી છે. પણ સૌ કોઈ જાણે છેકે, જેટલો દારૂ ગુજરાતમાં ગેરકાયદે વેચાય છે અને પીવાય છે એટલો તો કદાચ અન્ય રાજ્યોમાં પણ પરમિટ હોવા છતાં પણ નહીં વેચાતો હોય. ત્યારે એ સવાલ એ પણ થાય કે, ગુજરાતીઓ કયો દારૂ સૌથી વધારે પસંદ કરે છે? શું તમે જાણો છો આ વાત...?
Trending Photos
Gujarat liquor permit news: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ દેશનો જૂનો દારૂબંધી કાયદો હાલમાં ચર્ચામાં છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પર પ્રતિબંધ છતાં બેફામ દારૂ વેચાય છે. એસએમસીએ ગત રોજ જાહેર કરેલા આંકડાએ સરકારની આ પોલ ખોલી દીધી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં આરોગ્યના કારણોસર દારૂ પીનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતીઓનો મનપસંદ દારૂ વોડકા અને વ્હાઈટ રમ છે.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ-
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી મળ્યા બાદ ગુજરાતમાં દારૂબંધીની ચર્ચા ચાલુ છે. સરકારની દલીલ છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (Gift City) વિદેશી રોકાણકારો અને વ્યાવસાયિકો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે. પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને સિંગાપોર અને ન્યૂયોર્કની જેમ બનાવવામાં મદદ મળશે. સરકારે દારૂ પીવા માટે એક દિવસ અને બે વર્ષની પરમિટ આપવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં હેલ્થ પરમિટ વગર લોકો દારૂ પીતા હોવાના આંકડા પણ સામે આવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદીઓ નંબર વન પર-
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્વાસ્થ્યના આધારે દારૂની પરવાનગી મેળવનારા લોકોની સંખ્યામાં 58%નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ પરમિટ ધારકો છે, ત્યારબાદ સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ગાંધીનગરનો નંબર આવે છે. અનિદ્રા, ચિંતા અને હાઈ બ્લડ પ્રેશરની વધતી જતી ઘટનાઓને કારણે 40 વર્ષથી વધુ ઉંમરના વધુ લોકો આલ્કોહોલ હેલ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં 2023માં દારૂના વેચાણમાં ઓછામાં ઓછો 20% વધારો થવાની ધારણા છે.
આ પ્રકારે મળે છે પરમિટ-
1. ગિફ્ટ સિટી લિકર પરમિટ (gift city liquor permit)
2. પ્રવાસી પરમિટ (tourist liquor permi) (એક મહિના સુધી માન્ય)
3. વિઝિટર પરમિટ (Gujarat visitor liquor permit) (સાત દિવસ માટે માન્ય)
4. હેલ્થ પરમિટ (Gujarat liquor health permit) (ડૉક્ટરની પરામર્શના આધારે વાર્ષિક રિન્યુએબલ પરમિટ)
રેલ ટિકિટના આધારે પરમિટ-
રાજ્યમાં વિઝિટર પરમિટમાં વધારો થયો હોવાનું પણ બહાર આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રવાસી પરમિટની સાથે હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ આપવામાં આવે છે. ગુજરાતીો સૌથી વધારે કોઈ બ્રાન્ડ પીતા હોય તો તે વોડકા અને વ્હાઈટ રમ છે. ગુજરાતમાં પરમીટ ધરાવનારાઓ માટે એરપોર્ટ અને મોટી હોટલોમાં દારૂની શોપ આવેલી છે, જ્યાં નિયમ મુજબ દારૂ ખરીદવાની જોગવાઈ છે. બહારના રાજ્યમાંથી આવતા લોકોને એર અને રેલ ટિકિટના આધારે સાત દિવસ માટે પરમિટ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે