Agriculture News: ભારત એક ખેતીપ્રધાન દેશ છે. એમાં આજે પણ સંખ્યાબંધ લોકો એક મોટો તબક્કો ખેતીવાડી પર જ નભે છે. ખાસ કરીને ગ્રામીણ ભારત એ ખેત ઉત્પાદન અને પશુપાલનથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, ઘણાં ખેડૂતો સમયની સાથે નવી નવી ટેકનીકો અપનાવીને પરંપરાગત ખેતીની સાથે અન્ય ઉત્પાદનોની ખેતી કરીને તગડી કમાણી કરતા હોય છે. ત્યારે અહીં કરવામાં આવી છે એવી ખેતીની વાત જેમાં એક જ ઝાડ વાવવાથી થશે લાખોની કમાણી. જેટલાં ઝાડ વાવશો એટલી કમાણી ચાલુને ચાલુ જ રહેશે. ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવવા જેવી છે આ ખેતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે વિચારમાં પડી ગયા હશો કે એવું તો કયું ઝાડ છે જે એક જ વાર વાવવાથી તગડી કમાણી કરાવે છે...તો જવાબ છે ખજૂર. જીહાં ખજૂરની ખેતીથી તમે કરી શકો છો અધધ કમાણી. ગણતરીની વાત કરીએ તો એક ઝાડમાંથી ખેડૂતો સિઝન દરમિયાન 50 હજારથી લાખ રૂપિયા સુધીની કમાણી કરી લેતા હોય છે. બમ્પર નફો મેળવવો હોય તો તમે પણ કરો આ વસ્તુની ખેતી. બજારમાં મોંઘા ભાવે વેચાતા ખજૂરની ખેતી કરીને તમે પણ તગડી કમાણી કરી શકો છો. જોકે, એના માટે જમીન અને વાતાવરણ અનુકૂળ હોવું અતિઆવશ્યક છે.


સામાન્ય રીતે ખજૂરની વાત આવે એટલે આપણને આરબના દેશો અને ત્યાંના શેખની યાદ આવે. કારણકે, ગલ્ફ કંટ્રીમાં ખજૂરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એટલું જ નહીં ત્યાંના લોકો ખુબ ખજૂર થાય છે અને તાજામાજા રહે છે. ખજૂર એક એવું ફળ છે જે તમારા શરીર માટે વરદાન સમાન છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ થાય છે.


ઓછા ખર્ચમાં તગડી કમાણીઃ
ખજૂરની ખેતીમાં કરવામાં વધારે ખર્ચ આવતો નથી, આ એક એવી ખેતી છે જે સાવ ઓછા ખર્ચમાં થાય છે. આ વૃક્ષ 70 થી 100 કિલો ઉત્પાદન આપે છે. એક એકર ખેતરમાં 70 જેટલા છોડ વાવી શકાય છે. આવી સ્થિતિમાં એક પાકની ઉપજ 5 હજાર કિલો સુધીની છે. બજારમાં મોંઘા ભાવે ખજૂર વેચાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો 5 વર્ષમાં બે થી ત્રણ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે. તેઓ એક ઝાડમાંથી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.


ખજૂરની ખેતી માટે કઈ વાતનું રાખવું ખાસ ધ્યાન?
ખજૂરની ખેતી માટે રેતાળ અને ફળદ્રુપ જમીન જરૂરી છે. આવી સ્થિતિમાં ખેતી કરતા પહેલા ખેતર તૈયાર કરવું જરૂરી છે. આ માટે સૌ પ્રથમ ખેતરનું ઊંડું ખેડાણ હળ વડે કરવું જોઈએ. ખેતરને ખુલ્લું છોડી દો અને પછી કલ્ટીવેટર દ્વારા બે થી ત્રણ ખેડાણ કરો. આમ કરવાથી ખેતરની માટી ખજૂરના ઝાડને માફક થઈ જશે. આ પછી, સમગ્ર ખેતરને સમતલ કરો. તેનાથી ખેતરમાં પાણી ભરાશે નહીં.


ખજૂરની ખેતી માટે કેવી રીતે કરવું વાવેતર?
ખજૂરના વૃક્ષોનું વાવેતર માટે ખેતરમાં એક મીટરના અંતરે ખાડાઓ તૈયાર કરો. આ ખાડાઓમાં 25 થી 30 કિલો છાણિયું ખાતર માટી સાથે ભેળવવું. હવે તેના છોડ સરકારી નોંધાયેલ નર્સરીમાંથી ખરીદો અને તૈયાર કરેલા ખાડાઓમાં છોડ વાવો. તેના છોડ વાવવા માટે ઓગસ્ટ મહિનો યોગ્ય માનવામાં આવે છે. એક એકર જમીનમાં અંદાજે 70 જેટલા ખજૂરનાં છોડ વાવી શકાય છે. ખજૂરનો છોડ વાવેતરના 3 વર્ષ પછી પાક આપવા માટે તૈયાર થઈ જાય છે.


ખજૂરની ખેતી માટે કેટલાં પાણીની પડે છે જરૂર?
ખજૂરના છોડને ખૂબ ઓછી સિંચાઈની જરૂર પડે છે. ઉનાળાની ઋતુમાં, તેમને 15 થી 20 દિવસ સુધી પાણી આપવું જોઈએ, જ્યારે શિયાળાની ઋતુમાં, તેમના છોડને મહિનામાં માત્ર એક જ વાર સિંચાઈની જરૂર પડે છે. જ્યારે ખજૂરના છોડ ફળ આપવાનું શરૂ કરે છે, ત્યારે પક્ષીઓના હુમલાનો ભય રહે છે. પક્ષીઓ છોડ પરના ફળોને કરડવાથી વધુ નુકસાન કરે છે, જે ઉપજને અસર કરે છે. છોડને પક્ષીઓના હુમલાથી બચાવવા માટે, છોડ પર જાળી પાથરી શકાય છે.


ક્યાં કરવી જોઈએ ખજૂરની ખેતીઃ
ખજૂરની ખેતી માટે યોગ્ય ડ્રેનેજ સાથે રેતાળ જમીનની જરૂર છે. સખત જમીન પર તેની ખેતી કરી શકાતી નથી. તેને વધારે પાણીની જરૂર પડતી નથી અને તેના છોડ સૂર્યપ્રકાશમાં ઉગે છે. તેના છોડને સારી રીતે વધવા માટે 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. તેના ફળોને પકવવા માટે, 45 ડિગ્રી તાપમાન જરૂરી છે.


ખજૂરથી બને છે કયા કયા પ્રોડક્ટ?
ખજૂરની ખેતી અરેબિયા અને આફ્રિકામાં થાય છે. પરંતુ ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ખજૂરની ખેતી અપનાવીને ખેડૂતો સારો નફો કમાઈ રહ્યા છે. આમાં જાત બે પ્રકારની હોય છે. મહત્વનું છે કે, ખજૂર ખાવા ઉપરાંત તેના ફળોમાંથી મિઠાઈ, જ્યુસ, જામ, ચટણી, અથાણું અને ઘણી બેકરી પ્રોડક્ટ્સ જેવી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે.