Famous Kashmiri Nadru :  નાદરુ અથવા તો કમળની દાંડી... જેનું બીજ માત્ર એક જ વાર રોપવામાં આવે છે અને લણણી વર્ષો સુધી કરવામાં આવે છે. લણણીની સાચી મોસમ સપ્ટેમ્બરથી માર્ચની વચ્ચે હોય છે જ્યારે ખેડૂતો આખો દિવસ તેમની બોટ પર વિતાવે છે. એવું એટલા માટે કારણ કે, નાદરું એ કાશ્મીરી રાંધણકળાનો એક વિશિષ્ટ ભાગ છે. નાદરુંની સબ્જી કાશ્મીરની ફેમસ વસ્તુઓમાંથી એક છે. કાશ્મીરી ખેડૂતો દાલ સરોવર, અંચર તળાવ અને માનસબાલ તળાવમાંથી નાદરુ એકત્ર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબી રંગના કમળ શ્રીનગરના દાલ સરોવરની મુલાકાત લેતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તેની સામે ઘણા ખેડૂતો માટે આજીવિકાનું સાધન પણ છે. જલીય કમળના છોડની દાંડીને ત્યાની સ્થાનિક ભાષામાં નાદરુ કહેવામાં આવે છે, અને કાશ્મીરી ભોજનમાં ખૂબ જ પ્રિય ગણવામાં આવે છે.


નાદરુની ખેતી મુખ્યત્વે શ્રીનગરમાં દાલ તળાવ, અંચર તળાવ અને ગાંદરબલ જિલ્લાના માનસબલ તળાવમાં થાય છે, જે વિસ્તારના ઘણા ખેડૂતો માટે આજીવિકાનો સ્ત્રોત છે. ખેડૂતો વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે બોટમાં જાય છે અને શમ નામના ઓજારના એક છેડે ધાતુનો એક હૂક હોય છે. સાથે છ ફૂટ લાંબા લાકડાના થાંભલાઓ વડે પાણીના ઊંડાણમાંથી કમળની દાંડીને બહાર કાઢે છે. જ્યારે કમળના ફૂલ સૂકાય જાય ત્યારબાદ નાદરુની લણણી કરવામાં આવે છે.


જિંદગીથી હારી સ્ત્રી : બે સંતાનોના દૂધમાં ઝેર ભેળવીને માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ


નાદરુની કાપણી કરવી એ સરળ કામ નથી. ખેડૂતો મહામહેનતે આ કામ કરે છે. નાદરુને માછલી, કોલાર્ડ ગ્રીન્સ, બટાકા, પાલક સાથે મળીને અલગ-અલગ રીતે રાંધવામાં આવે છે અથવા ફક્ત કઢી તરીકે અથવા તો ડીપ ફ્રાય તરીકે ખાવામાં આવે છે. નાદરુમાં વિટામીન-સી, બી-6, પોટેશિયમ, થાઈમીન, કોપર અને મેંગેનીઝ અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાનું કહેવાય છે. કમળની દાંડી ડાયાબિટીસ અને થાઇરોઇડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. વરસાદ હોય કે બરફ, ખેડૂતો ક્યારેય પણ નાદરુની લણણી અટકાવતા નથી. 


ખેડૂતો એક દિવસમાં લગભગ 10થી 20 બંડલ નાદરુ લણે છે. દરેક બંડલમાં 15-16 કમળની દાંડી હોય છે. તેને સાફ કરીને એક બંડલ બનાવવામાં આવે છે. સાથે જ બંડલ તૈયાર થયા બાદ તેને વેચવા માટે માર્કેટમાં મૂકવામાં આવે છે. આ નાદરું કાશ્મીરી ખેડૂતો માટે આજીવિકાનો સ્ત્રોત છે.


બાતમીદારોના બાદશાહ અને અમિત શાહના ખાસ : પોલીસ તંત્રમાં એમના નામના સિક્કા પડતા